Wednesday, December 17, 2025
HomeNationalઇંડિયન ટેલિગ્રાફ એક્ટ પણ બની ગયો ભૂતકાળ, લોકસભામાં પાસ થયું ટેલિકોમ્યુનિકેશન બિલ-2023

ઇંડિયન ટેલિગ્રાફ એક્ટ પણ બની ગયો ભૂતકાળ, લોકસભામાં પાસ થયું ટેલિકોમ્યુનિકેશન બિલ-2023

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: Telecom Bill 2023: 13 ડિસેમ્બરે સંસદ ભવનમાં થયેલા ગેસ એટેક બાદ વિપક્ષી સાંસદોએ સુરક્ષામાં થયેલી ચૂક મામલે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષી સાંસદોએ સુરક્ષા મામલે મચાવેલા હોબાળાને લઈ અત્યાર સુધી 143 વિપક્ષી સાંસદોને શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ત્રણ ક્રિમિનલ લોને બદલવા અંગેનું બિલ રજૂ કર્યું હતું. જે તે જ દિવસે લોકસભામાં પસાર થઈ ગયું. ત્યારે ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) લોકસભામાં રજૂ કરેલું ટેલિકોમ્યુનિકેશન (Telegraph Act) પણ ગઈકાલે ગુરુવારે પસાર થઈ ગયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દેશમાં 138 વર્ષ જૂના ટેલિગ્રાફ એક્ટને રદ કરી કાયદાને નવું રૂપ આપવાની રજૂઆત લોકસભા અને રાજ્યસભામાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી. અત્યાર સુધી ચાલી રહેલા ટેલિગ્રાફ એક્ટમાં ઘણી બધી ક્ષતિઓ હોવાની તથા આધુનિક સમયની બદલાતી પરિસ્થિતી વચ્ચે લોકોની સુરક્ષાને ધ્યાને લઈ ટેલિકોમ્યુનિકેશન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હોવાની વાત કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી હતી. બિલ રજૂ કરતાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 2014માં માત્ર 6.5 લાખ ટેલિકોમ ટાવર હતા. જ્યારે આજે 25 લાખ કરતાં પણ વધુ ટેલિકોમ ટાવર છે. ઈન્ટરનેટની બ્રોડ બેન્ડ સુવિધાનો લાભ લેનારા 1.5 કરોડ લોકો હતા આજે 85 કરોડ કરતાં વધુ બ્રોડ બેન્ડ યુસર્સ છે. વધુમાં 14 મહિનાની અંદર 4 લાખ જેટલા 5જી ટાવર ઇન્સ્ટોલ થયા છે. આજે 85 ટકા ટાવરોની પરમીશન એંટરનું બટન દબાવતા ઝીરો ટાઈમમાં મળી જાય છે.

- Advertisement -

લોકસભામાં જે ટેલિકોમ્યુનિકેશન બિલ પાસ રજૂ કરવામાં આવ્યું તેની છણાવટ કરતાં સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, વપરાશ કર્તાઓ સાથે છેતરપિંડી ન થાય એટેલે કે બેંકના નામે ફ્રોડ કોલ કરી લોકો પાસેથી લાખોની ઉઠાંતરી રોકવા આ બિલ સક્ષમ છે. હવે ટેલિકોમ્યુનિકેશન બિલની જોગવાઈ અનુસાર KYC કર્યા વિના સિમ કાર્ડ ખરીદી શકાશે નહીં અને તેમ છતાં બનાવટી સિમ લેનાર પકડાશે તો તેને ત્રણ વર્ષની જેલ અને 50 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં રાઈટ ઓફ વે રીફોર્મ્સમાં રાજ્ય સરકારને જોડી ડિસ્ટ્રીક્ટ જાજના માધ્યમથી રાઈટ ઓફ વે રીફોર્મ લાવવામાં આવશે એટ્લે કે રીફોર્મ લાવવામાં રાજી સરકાર ભાગીદાર હશે.

નવા ટેલિકોમ્યુનિકેશન અનુસાર સાયબર સિક્યુરિટી માટે એક લીગલ ફ્રેમવર્ક બનાવવામાં આવ્યું છે. યુદ્ધ સમયે સૌથી મોટો હુમલો ટેલિકોમ નેટવર્ક પર થાય છે. સ્પ્રેક્ટ્રમ માટે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે આપેલા ચુકાદા અનુસાર સ્પ્રેક્ટ્રમની વ્યવસ્થા આ બિલમાં કરવામાં આવી છે. UPI, ડિજિટલ ટ્રાન્જેક્શન બાયોમેટ્રીક ઓનલાઈન ઓથેન્ટીકેશન શક્ય બનવા પાછળ ટેલિકોમ ક્ષેત્રનું મોટું યોગદાન છે. BSNL માટે એક લાખ પાસઠ હજાર કરોડનું રિવાઈવલ પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે. ટેલિકોમ્યુનિકેશન બિલ રજૂ કરતાં અશ્વિની વૈષ્ણવે સ્પ્રેક્ટ્રમને આત્માની જેમ અમર હોવાની વાત કરી હતી.

જો કે લોકસભામાં ટેલિકોમ્યુનિકેશન બિલ પર ચર્ચા કરવા માટે મોટાભાગના વિપક્ષી સાંસદો ગેરહાજર હતા. કારણે કે સુરક્ષાને લઈ થયેલા હોબાળા મામલે વિપક્ષી સાંસદોને શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષી સાંસદોની ગેરહાજરીમાં બિલ અંગે જે મત પડ્યા તે તમામ સત્તા પક્ષના હતા. છેવટે સ્પીકર ઓમ બિરલાએ ટેલિ કોમ્યુનિકેશન બિલને મંજૂર કર્યું હતું.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular