Monday, October 13, 2025
HomeGujaratખેડાના સરપંચની કટકી પકડાઈ, સ્મશાનના પૈસા પણ ન બક્ષ્યા, ગામમાં મોઢું બતાવવા...

ખેડાના સરપંચની કટકી પકડાઈ, સ્મશાનના પૈસા પણ ન બક્ષ્યા, ગામમાં મોઢું બતાવવા લાયક ન રહ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ખેડા: ખેડા જિલ્લામાં સરકારી યોજનાના કામ કરાવ્યા બાદ બિલના ટકાવારી નક્કી કરીને ખીસું ગરમ કરવા જતાં સરપંચ હવે ગામમાં મોઢું બતાવવા લાયક રહ્યો નથી. ગામડાઓનો વિકાસ થાય તે માટે સરકારની અનેક યોજનાઓ અમલમાં છે. જો કે આવી યોજનાઓમાં ટકાવારી નક્કી કરીને બિલ પાસ કરાવવા માટે ખિસ્સું ગરમ કરતાં અનેક સરપંચ અગાઉ ઝડપાઇ ગયા છે. ત્યારે આજે ખેડાના મહેમદાબાદમાં એક સરપંચ ACBના હાથે ઝડપાય ગયો છે.

માહિતી અનુસાર, મહેમદાબાદના ઇયાવા ગ્રામ પંચાયત વિસ્તારમાં આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો યોજના હેઠળ રૂ. ૩ લાખના વિકાસના કામની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ફરીયાદીએ ઇયાવા ગામ ખાતે નવીન સ્મશાનગૃહનું બાંધકામનું કામ કર્યું હતું. જેના માલ-સામાન અને મજુરીનુ કુલ બીલ રૂ.૨,૯૧,૧૮૫ થયું હતું. જે બાબતે ઇયાવા ગ્રામ પંચાયત કચેરી તરફથી ફરીયાદીને ચેક આપવામાં આવ્યો હતો.

- Advertisement -

આ ચેક બાબતે અને ગ્રામ પંચાયત ખાતે ભવિષ્યમાં આવનારી ગ્રાન્ટમાંથી વિકાસના કામો ફરીયાદીને જ આપવા, તેમજ ભવિષ્યના સરકારી ગ્રાન્ટના કામો બાબતે હેરાનગતિ નહીં કરવા માટે ઇયાવા ગ્રામ પંચાયતના સરપંચ વિષ્ણુ મોહનભાઇ ચૌહાણએ તાજેતરમાં બનાવેલા સ્મશાનગૃહના અંદાજીત બીલના ૩ લાખના ૧૦ ટકા લેખે રૂ.૩૦ હજાર આપવા પડશે તેમ જણાવી લાંચની માંગણી કરી હતી. ફરીયાદીએ કંઇક ઓછું કરવા કહીને વિનંતી કરતાં ૫ હજાર ઓછા કરી છેલ્લે ૨૫,૦૦૦ લાંચ આપવાનું કહ્યું હતું. ફરીયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. ફરિયાદના આધારે સુપરવિઝન અધિકારી કે.બી.ચુડાસમા અને ટ્રેપ કરનારા અધિકારી જે.આઇ.પટેલે આજે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. આ દરમિયાન સરપંચ ફરિયાદ પાસેથી ૨૫ હજારની રકમ લેતા ઝડપાઇ ગયો હતો. એસીબીએ સરપંચને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular