Sunday, October 26, 2025
HomeGeneral'ધ કાશ્મીર ફાઇલ્સ' પર વધી રહેલા વિવાદ વચ્ચે ફિલ્મના નિર્દેશકને આપવામાં આવી...

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર વધી રહેલા વિવાદ વચ્ચે ફિલ્મના નિર્દેશકને આપવામાં આવી ‘Y’ કેટેગરીની સુરક્ષા

- Advertisement -

નવજીવન. નવી દિલ્હી: તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર વધી રહેલા વિવાદો વચ્ચે કેન્દ્ર સરકારે ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીને ‘વાય’ શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. વિવેક અગ્નિહોત્રી ભારતમાં ગમે ત્યાં રહેશે અથવા પ્રવાસ કરશે ત્યારે તેમની જોડે CRPFના જવાનો સાથે રહેશે.



‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી છે અને દેશભરના કેટલાક રાજ્યોમાંથી ભારે સરકારી સમર્થન અને કર મુક્તિ મેળવ્યા બાદ અત્યાર સુધીમાં ફિલ્મની કમાણી 100 કરોડ થઈ ગઈ છે. સરકાર રાજકીય કારણોસર એક કોમર્શિયલ ફિલ્મને મહત્વ આપી રહી હોવાના કારણે પણ સરકારની આકરી ટીકા થઈ રહી છે. આ ઉપરાંત, સરકાર પર ફિલ્મના સંવેદનશીલ રાજકીય સ્વભાવને કારણે પ્રચારમાં સામેલ હોવાનો અને તથ્યોની અચોક્કસતા/ઇરાદાપૂર્વકની ખોટી રજૂઆતના આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે.

દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ત્યારથી તેની સફળતાની સફર ચાલુ છે. અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તીની શરૂઆત ધીમી હતી, પરંતુ દરરોજ તેની કલેક્શનમાં જબરદસ્ત વધારો થયો છે. દેશના ઘણા રાજ્યોમાં જ્યાં તેને ટેક્સ ફ્રી કરવામાં આવી છે, આસામમાં સરકારી કર્મચારીઓને પણ આ ફિલ્મ જોવા માટે અડધા દિવસની રજા આપવામાં આવી હતી. આ રીતે ઘણી રાજ્ય સરકારો ફિલ્મને લઈને વિવિધ પગલાં લઈ રહી છે. આમ ધ કાશ્મીર ફાઇલ્સ આશ્ચર્યજનક હિટ બની છે.



- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular