નવજીવન ન્યૂઝ. અમદાવાદ : કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના (Karnataka Assembly Election) પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. ચૂંટણી ટાણે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે,જેને લઇ તમામ રાજકીય પાર્ટીઓ એકશન મોડમાં આવી ગઈ છે. ત્યારે ભાજપ (BJP) માટે કર્ણાટક બચાવવું ફરી એકવાર પ્રતિષ્ઠાના જંગ સમાન બન્યું છે. માટે પ્રધાનમંત્રી મોદી (PM Modi) અને અમિત શાહ સહિતના કેન્દ્રિય મંત્રીઓ તેમજ ગુજરાતના નેતાઓ (Gujarat Leaders) પણ ચૂંટણી પ્રચારમાં જશે. ત્યારે ભાજપે કર્ણાટક ચૂંટણી (Karnataka election 2023) માટે સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી દીધી છે.
ગુજરાતના નેતાઓને કર્ણાટકની ચૂંટણી માટે મહત્વની જવાબદારી સોંપાઇ છે. જેમાં તેઓ સભાઓ, રેલીઓ, રોડ શો કરી કર્ણાટકની જનતાને રિઝવવાનો પ્રયાસ કરશે તે માટે ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને સંપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. ગુજરાતના નેતાઓની ટીમમાં પૂર્ણેશ મોદી, ગણપત વસાવા, જીતુ વાઘાણી, પ્રવીણ માળી, પ્રદીપસિંહ વાઘેલા સહિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્રચારમાં કર્ણાટક જશે, તેની સાથો સાથ 125 જેટલા કાર્યકરોને પણ ભાજપના પ્રચાર માટે મોકલવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 10મે ના રોજ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ વખતે કર્ણાટકમાં 224 બેઠકો પર ચતુષ્કોણીય જંગ ખેલાવાનો છે. જેમાં ભાજપ ,કોંગ્રેસ,JDS બાદ ચોથા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. ત્યારે આ વખતે ભાજપ અને કોંગ્રેસને આમ આદમી પાર્ટી કેટલી નડશે અને કેટલી ફળશે એ વાતના ક્યાશ લાગવાઈ રહ્યા છે. પરંતુ હિકકત તો પરિણામના દિવસે જ ખબર પડશે.
મહત્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કર્ણાટકના પ્રચાર પ્રસારની કમાન સંભાળી રહ્યા છે. ભાજપ પ્રચારની તુલાનાએ કોંગ્રેસ અને JDS પાર્ટી ઘણી પાછળ ચાલી રહી છે. ભાજપ માટે વિધાનસભાની ચૂંટણી જીતવી ખૂબ મહત્વની માનવમાં આવી રહી છે. કારણે કે વિધાનસભાની ચૂંટણી બાદ 2024 લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે, જેને લઈ ભાજપ સત્તામાં ટકી રહેવા અત્યારથી એડીચોટીનું જોર લગાવી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








