Sunday, October 26, 2025
HomeGujaratપેપર લીકના પડ ઉતરવા લાગ્યા, આરોપી ગુજરાત ATSને હાથ લાગતા મોટા ઘટસ્ફોટની...

પેપર લીકના પડ ઉતરવા લાગ્યા, આરોપી ગુજરાત ATSને હાથ લાગતા મોટા ઘટસ્ફોટની સંભાવના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Junior Clerk Paper Leak Update Live: જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે Gujarat ATSએ તપાસનો દૌર શરૂ કર્યો હતો. આ મામલે સંડોવાયેલા આરોપીઓની શોધખોળમાં રહેલી ATSને કથિત રીતે પેપર લીકનો મુખ્ય આરોપીને હૈદરાબાદથી જ્યારે અન્ય એક આરોપી બિહારથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. જેમાં સામે આવ્યું હતું કે ગતરોજ મોડી રાત્રિના સમયે આ કારસ્તાનને પાર પાડવાની તૈયારી હતી. આ મામલે પોલીસે એક ખાનગી કોંચિંગ ક્લાસને પણ તપાસ માટે સિલ કર્યો હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાનું પેપર મોડી રાત્રે લીક થયાના અહેવાલ સામે આવ્યા હતા. પોલીસને મળેલી માહિતીના આધારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે આ પરીક્ષાને મોકૂફ રાખવાની જાહેરાત કરતા હાહાકાર મચી ગયો હતો. આ મામલે ગુજરાત ATSએ તપાસનો આરંભ કરી આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. તપાસમાં રહેલી એટીએસની ટીમને આરોપીઓ હૈદરાબાદ અને બિહારના હોવાની માહિતી મળતા વહેલી સવારથી જ ટીમો આરોપીને ઝડપવા રવાના થઈ ગઈ હતી. આ ટીમે હૈદરાબાદથી આરોપી જીત નાયકને ઝડપી લીધી હતો.

- Advertisement -

હૈદરાબાદથી ATSને હાથ ઝડપાયેલા આરોપી જીત નાયકે પેપર પ્રદીપ નાયકને આપ્યું હતું અને જીત નાયક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે. બીજી તરફ ATSની ટીમે બિહારથી મોરારી પાસવાનની ધરપકડ કરી છે. સાથે જ ગુજરાતના બાયડના કેતન બારોટની ભૂમિકા પણ પેપર લીક કાંડમાં ખુલી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. કથિત આરોપી કેતન બારોટ દિશા એજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ધંધો ચલાવે છે અને અગાઉ તિહાડ જેલની હવા ખાઈ ચૂક્યો છે. કેતન વિશે કહેવાય છે કે, તેને એડમિશનના ધંધાનો બેતાજ બાદશાહ માનવામાં આવે છે અને, બોગસ એડમિશન મામલે તેને દિલ્હીની તિહાડ જેલની હવા પણ ખાઈ લીધી છે. હાલ ગુજરાત એટીએસ કેતનની પુછપરછ કરી રહી હોય વધારે ખુલાસા થાય તેવી સંભાવના જણાય છે.

મળતી વિગતો મુજબ આરોપીઓ રાત્રિના 2થી 4 વાગ્યા આસપાસ પેપર સોલ્વ કરવાની તૈયારીમાં હતા. દરમિયાન પેપર લીક થયાનો ઘટસ્ફોટ થઈ જતા કાંડનો પર્દાફાશ થયો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular