Wednesday, December 17, 2025
HomeGujaratJunagadhજૂનાગઢમાં મકાન દુર્ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી ન થતાં મહિલાએ એસિડ ગટગટાવી જીવન...

જૂનાગઢમાં મકાન દુર્ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી ન થતાં મહિલાએ એસિડ ગટગટાવી જીવન ટૂકાંવ્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: Junagadh News: સોમવારની સાંજે જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું બે માળનું મકાન ધરાશાયી (Building collapse) થયું હતું. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ થયા હતા, ઘટનાને પગલે એક મહિલાનો આબદ બચાવ થયો હતો. જોકે પરિવારનો માળો વિખેરાયા જતા મહિલાએ તંત્રની બેદરકારી હોવાના આક્ષેપ સાથે આક્રોશ વ્યકત કર્યો હતો. તેમજ કમિશનર અને ટીપી અધિકારી વિરુદ્ઘ પોલીસ ફરિયાદ નોંધવાની માગ કરી હતી. ત્યારે પોલીસ દ્વારા કોઈ પગલા લેવામાં ન આવતા મહિલાએ ગઈકાલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ આજે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

વધુ વાંચો : જૂનાગઢમાં મકાન ધરાશાઈ થતા 4 લોકો દટાયાની આશંકા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

- Advertisement -

બનાવની વિગત મુજબ સોમવારે સાંજે 5 વાગ્યાના અરસામાં જૂનાગઢમાં બનેલી દુર્ઘટનામાં 4 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં મહિલા શાકભાજી લેવા બહાર ગઈ હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો. દુર્ઘટનામાં મહિલાના બે પુત્ર પતિ સહિત સાસુના મૃત્યુ થતાં મહિલાના માથે આભ તૂટી પડ્યું હતું. જે બાદ મહિલાએ આ દુર્ઘટના કમિશનર અને અન્ય અધિકારીઓની બેદરકારી હોવાના કારણે થઈ હોવાના આરોપ લગાવ્યા હતા. તેમજ મહિલાએ કમિશનર અને ટીપીઓ વિરુદ્ઘ પોલીસ ફરિયાદ નોંધવાની માગ કરી હતી. જે બાબતે પોલીસે ફરિયાદ ન નોંધતા મહિલાએ ગઈકાલે એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. જમીન પર ઢળી પડેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

ત્યારે આજે મહિલાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. જે ઘટના બાદ આખો પરિવાર મોતને ભેટ્યો છે. તેમજ આ ઘટના બાદ મૃતકના સગાસબંધીઓ દ્વારા જ્યાં સુધી કમિશનર અને ટાઉનપ્લાનિંગ ઓફિસર સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. હાલ આ મામલે પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને સમજાવામાં આવી રહ્યા છે. પરંતુ પરિવાર પોતાની માગને લઈ અડગ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular