નવજીવન ન્યૂઝ. જામનગરઃ Jamnagar Murder: જામનગરમાં ધ્રોલમાંથી (Dhrol) દ્રશ્યમ ફિલ્મ (Drishyam Film) જેવો ચોંકવાનારો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી છે. પતિએ જ પત્નીની હત્યા (Wife Murder) કરીને ઘરના આંગણે ખાડો કરીને પત્નીના મૃતદેહને દાટી દીધો હતો. પત્નીના પિયરપક્ષની તેની સાથે વાતચીત ન થતાં સમગ્ર બનાવનો ભાંડો ફુટ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, જામનગર જિલ્લાના ધ્રોલમાં આંબેડકર નગર વિસ્તારમાં રહેતી સોનલબહેન મનસુખભાઈ ચૌહાણ નામની 27 વર્ષીય પરણિત મહિલા છેલ્લાં બે દિવસથી લાપતા થઈ હતી. છેલ્લાં બે દિવસથી મહિલાની રાજકોટમાં રહેતા માતા સાથે વાતચીત ન થતાં તેઓ ધ્રોલ આવી પહોંચ્યા હતાં. તેમની દીકરી ક્યાં છે તે અંગે દીકરીના પતિની પુછપરછ કરી હતી. જોકે પતિના જવાબમાં શંકા જતાં મહિલાની માતા જશુબહેને ધ્રોલ પોલીસનો સંપર્ક કર્યો હતો.
દીકરી બે દિવસથી ગુમ હોવાની જાણકારી માતાએ પોલીસ સમક્ષ કરતાં સોનલના પતિને પોલીસ સ્ટેશન બોલાવીને પુછપરછ કરી હતી. જ્યાં પોલીસ સમક્ષ પતિએ કબુલ્યું હતું કે પત્ની સોનલનોં અન્ય કોઈ પુરુષ સાથે અનૈતિક સંબંધ હોવાની તેને શંકા હતી. આ શંકાના કારણે ગત 2 એપ્રિલે રાત્રિના સમયે પત્નીને ઘર પાસે આવેલા ઈંટોના ભઠ્ઠામાં તે લઈ ગયો હતો. જ્યાં પત્ની સોનલનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ પત્નીના મૃતદેહને પોતાના ઘરે પરત લાવીને ફળિયામાં સેક્ટી ટેકની બાજુમાં ખાડો ખોદીને તેમાં પત્નીના મૃતદેહ પર પથ્થર અને માટી નાંખીને દાટી દીધો હતો.
પતિ જ પત્નીની હત્યા કર્યા બાદ ઘરના ફળિયા પાસે મૃતદેહને દાટી દેવાની કબૂલાત કરતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને પત્નીનો મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપ્યો હતો. પતિ મનસુખ ચૌહાણ સામે દીકરીની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મનસુખની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, સોનલના બીજા લગ્ન પાંચ વર્ષ પહેલા મનસુખ ચૌહાણ સાથે થયાં હતા. દંપતીને પાંચ સંતાનો પણ છે. પત્ની સોનલની હત્યા થતાં પાંચ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.
TAG: Jamnagar Murder, Dhrol Crime News, Wife Murder in Dhrol, Jamnagar
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








