Tuesday, October 14, 2025
HomeGujaratAhmedabadખાખી વર્દી માટે આનાથી મોટો પુરસ્કાર કયો હોયઃ જુઓ સફીન હસનની વિદાય...

ખાખી વર્દી માટે આનાથી મોટો પુરસ્કાર કયો હોયઃ જુઓ સફીન હસનની વિદાય વખતે શું થયું- Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદ શહેરમાં હમણાં જ એક એવો નજારો જોવા મળ્યો છે જે જોઈને કોઈ પણ કહે કે એક પોલીસ અધિકારી અને તેની ખાખીને શોભે તેવો આનાથી વધુ મોટો પુરસ્કાર બીજો તો કયો હોઈ શકે. આવો સવાલ લોકોના મનમાં ત્યારે આવ્યો જ્યારે લોકોની એક મોટી મેદની એક પોલીસ અધિકારીને ખભે ઉચકીને તેના પર ફૂલો વરસાવતા આંખોમાં આંસુ સાથે વિદાય કરી રહી હતી. બાબત એવી છે કે હમણાં જ IPS અધિકારીઓની મોટા પાયે બદલીના આદેશ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. તે પછી પોતાની હાલની ફરજનું સ્થળ છોડી ગૃહ વિભાગના આદેશ પ્રમાણે ફાળવેલી ફરજ પર હાજર થવાનું હોય છે.

અભૂતપૂર્વ વિદાય, આંખોમાં આંસુ અને ફૂલોનો વરસાદ

- Advertisement -

અમદાવાદ પૂર્વના ડિસીપી સફીન હસનની પણ બદલી આ આદેશો દરમિયાન કરવામાં આવી. ડીસીપી ટ્રાફિક તરીકેની કામગીરી સંભાળતા સફીન હસનને એક લાંબો સમય થયો. દરમિયાનમાં તેમણે ઘણા લોકોના દિલ જીતી લીધા હતા. આ આઈપીએસ અધિકારી અંગે આપને જાણકારી આપી દઈએ તો તેઓ 2019ની બેચના આ અધિકારી ભારતમાં સૌથી નાની વયે આઈપીએસ થવાનો રેકોર્ડ પણ ધરાવે છે. UPSC માં 22 વર્ષે સફળતા મેળવીને તેમણે ના માત્ર તેમના વતન કાણોદર કે માત્ર પાલનપુરનું નામ ઉજળું કર્યું પરંતુ તેમણે સમગ્ર ગુજરાત માટે એક નવો કિર્તિસ્તંભ ઊભો કરી દીધો.

સંઘર્ષથી સફળતા: કોણ છે IPS સફીન હસન?

મજૂરી કામ કરતા પરિવારના આ દીકરાની જીવનની સફર પણ કાંઈ સીધી લીટીમાં ચાલી ગઈ છે તેવું નથી. તમે કલ્પના કરી શકો છો કે આર્થીક બાબતમાં સતત ઝઝૂમતું ઘર અને તેમાં સામે તેમના ભણતર પાછળ પરિવાર શું ખર્ચ કરી શકે? પણ ખર્ચાથી જ્ઞાન મળતું નથી તે તેમણે સાબિત કર્યું. મોંઘી દાટ શાળાઓની ફી અને બીજા ક્લાસિસ માત્ર સ્ટેટસને જાળવવા માટેનો દંભ ઊભા કરવા માગતા પરિવારો માટે સફીન હસન એક સચોટ ઉદાહરણ બની ગયા. એક અકસ્માત પછી તરત જ તેમણે પરીક્ષા આપી અને તેમાં તેમણે પોતાના દૃઢ સંકલ્પનું પ્રદર્શન કર્યું.

- Advertisement -

માત્ર અધિકારી નહીં, પ્રેરણા સ્ત્રોત

તે પછી જ્યારે તેઓ પોલીસ અધિકારી બન્યા ત્યારે ના માત્ર પોતાના પોલીસ તરીકેના વ્યવહારથી પરંતુ પોતાની મોટીવેશનલ સ્પીચીસ, ધર્મના જ્ઞાન ખાસ કરીને હિન્દુ ધર્મ અંગેના તેમના વિચારો સાંભળવા લોકોના ટોળા ઉમટી પડે. અહીં સુધી કે આજના જુવાનીયાઓ તો રિલ્સ અને યુટ્યુબમાં પણ તેમની સ્પીચને સર્ચ કરીને જોતા થઈ ગયા છે.

આ અધિકારીની જ્યારે અમદાવાદથી મહિસાગરના જિલ્લા પોલીસ વડા તરીકે બદલી આવી ત્યારે તેમને પ્રેમ કરતો આ જ વર્ગ તેમને વિદાય આપવા માટે ઉમટી પડ્યો. અહીં વીડિયોમાં પણ દર્શાવ્યું છે તે પણ તમે જોજો કે તેઓ હાથ જોડી આ ટોળા વચ્ચે ચાલી રહ્યા છે. લોકો આંસુ લુછી રહ્યા છે, ફૂલોની વર્ષા કરી રહ્યા છે. લોકોએ તો તેમને ખભે તેડી લીધા અને તેમને આવજો કહ્યું છે. અધિકારીએ પણ ત્યાં હાજર સહુને હાથ જોડ્યા અને સાથે જ એક સોશ્યલ મીડિયા પોસ્ટ કરીને સહુને ધન્યવાદ કહ્યા હતા. જોકે સફીન હસન માટે લોકોનું ઘણું સારું નરસું કહેવું છે. અહીં તે અંગે વાત કરતા નથી પરંતુ એક અધિકારી તરીકે તેમણે જે પ્રેમ મેળવ્યો છે તેની અહીં વાત કરતા એટલું કહેવું જોઈએ કે જેવા પહેલા હતા તેવા આજે પણ રહેજો અને આવનારા સમયમાં પણ રહેશો.

- Advertisement -

સફીન હસને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુકેલો વીડિયો જુઓ

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

A post shared by 𝗩𝗜𝗞𝗥𝗔𝗠𝗦𝗜𝗡𝗛 𝗣𝗔𝗥𝗠𝗔𝗥 (@vikramsinh_1988)

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular