Sunday, October 26, 2025
HomeGeneralનકલી પનીર બાદ અખાદ્ય લાલ મરચાંનું ગોડાઉન ઝડપાયું, જાણો કેવી રીતે બનતું...

નકલી પનીર બાદ અખાદ્ય લાલ મરચાંનું ગોડાઉન ઝડપાયું, જાણો કેવી રીતે બનતું હતું નકલી મરચું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: Fake Red Chilli :ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સક્રિય થતાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતાં લોકો માટે માથાનો દુખાવો થઈ ગયો છે. તાજેતરમાં રાજકોટમાં અને સુરતના નકલી પનીરનો (Fake Paneer) મોટો જથ્થો પકડવામાં આવ્યો હતો, જ્યારે નડિયાદ અને ખેડામાં નકલી હળદરની ફેક્ટરી (Fake Turmeric Factory)પકડાઈ હતી, ત્યાર બાદ હવે મહેસાણામાં (Mehsana) ભેળસેળ વાળા મરચાંનો (Fake Red Chilli) મોટો જથ્થો પકડવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના વિજાપુર-હિંમતનગર હાઈવે પર આવેલા ઉમિયા ગોડાઉનના પ્લોટ નં-45માં છેલ્લા ઘણા સમયથી લાલ મરચાંની આડમાં કલરવાળું ભેળસેળ કરી લાલ મરચું બનાવમાં આવતુ હતું. જે અંગે મહેસાણાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમી મળી હતી. આ બાતમીના અધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ હરકતમાં આવી હતી. બે દિવસ સુધી નકલી મરચું બનાવટી ફેક્ટરી આસપાસ વોચ ગોઠવી રેકી હતી. ત્યાર બાદ ગતરાત્રિએ એકાએક ફૂડ સેફ્ટી વિભાગની ટીમ ગોડાઉન પર દરોડા પાડી 758 કિલ્લો ભેળસેળવાળું મરચું ઝડપી પડ્યું હતું. આ મરચું ટેસ્ટ માટે મોકલતા રિપોર્ટમાં મરચું નકલી હોવાનું સામે આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમે ગોડાઉનમાંથી લાલ મરચુ ભેળસેળ કરવા માટે વપરાતો કલર 3 કિલો અને 758 કિલો આખાદ્ય મરચું મળી કુલ 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગોડાઉન માલિક મહેશ મહેશ્વરી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ ફૂડ સેફ્ટી વિભાગ નડિયાદ ખાતે હળદરનું નકલી ગોડાઉન ઝડપી પાડ્યું હતું, ત્યાર બાદ રાજકોટમાંથી તાજેતરમાં ફૂડ સેફ્ટી વિભાગની ટીમે 1600 કિલો જેટલો અધધ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે હવે ઉત્તર ગુજરાતના વિજાપુર-હિંમતનગર હાઈવે પર આવેલું નકલી મરચાંનું ગોડાઉન ઝડપી લોકો સ્વાસ્થય સાથે ચેડા થતા અટકાવ્યા છે.

TAG: Mehsana News, Fake Red Chilli Busted in Mehsana

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular