નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: રાજ્યમાં ગત 31 માર્ચના રોજ 109 આઈ.એ.એસ. અધિકારીઓની એક સાથે બદલી (IAS Transfer) કરવામાં આવી હતી. ત્યારે આજરોજ ફરી બે આઈ.એ.એસ. અધિકારીની બદલી કરવામાં આવી છે. જેમાં ભાવનગર કલેકટર ડી. કે. પારેખ (Bhavnagar Collector D.K. Parekh) અને માહિતી ખાતાના ડિરેક્ટરની પણ ગાંધીનગર ખાતેથી બદલી કરાવમાં આવી છે. રાજ્ય સરકારે આજરોજ મોડી સાંજે બદલીનો નિર્ણય કરી બંને અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
વધુ વાંચો: ભરૂચઃ ગેટમેને ફાટક બંધ ન કરતાં કન્ટેનર ટ્રક અને ટ્રેનનો અકસ્માત
મળતી વિગતો અનુસાર રાજ્ય સરકારે આજરોજ ભાવનગર કલેકટર ડી. કે પારેખની બદલી કરી મુખ્યમંત્રીની સ્પેશિયલ ડ્યુટીમાં ગાંધીનગર સચિવાલય ખાતે બદલી કરી છે. જ્યારે ગાંધીનગરથી માહિતી ખાતાના ડિરેક્ટર આર. કે મહેતા (R. K. Maheta) ની બદલી કરી તેમને ભાવનગર કલેકટર તરીકે નિયુક્ત કર્યા છે. આમ ભાવનગર ખાતેથી ડી. કે. પારેખની બદલી કરી કલેકટર તરીકે આર. કે. મહેતાને મુકવામાં આવ્યા છે. આજરોજ 6 એપ્રિલના રોજ રાજ્ય સરકારે બદલીનો નિર્ણય કરી બે આઈ.એ.એસ. અધિકારીની નિમણૂક કરી હતી.








