નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે, જેના વિરોધમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તેઓ વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે મોંધવારીના વિરોધમાં મોંઘવારીના બેસનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયા સહિત 30 જેટલા કાર્યકર્તાઓ જોડાયા હતા. કોંગ્રેસી નેતાઓ વિરોધ કરે તે પહેલા જ રાબેતા મુજબ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારીનું બેસણું રાખીને મોંઘવારીનો વિરોધ કરવાનો અનોખો કાર્યક્રમ આયોજિત કરવાં આવ્યો હતો. કોંગેસી નેતાઓ આજે રાજકોટ બહુમાળી ભવન ચોક આગળ એકત્રિત થયા હતા. રસ્તા ઉપર બેસીને મોંઘવારી વિરુદ્ધના સૂત્રોચ્ચાર કરીને રોષ પ્રગટ કરવાનું કોંગ્રેસનું આયોજન હતું, જેના અનુસંધાનમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાએ લીંબુ મરચાનો હાર ધારણ કર્યો હતો અને અન્ય કાર્યકર્તાઓ રાંધણ ગેસ, પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાના વિરોધમાં લખેલા પ્લેકાર્ડ લઈને વિરોધ કરી રહ્યા હતા. તમામની પોલીસ દ્વારા હાલ અટકાયત કરી લેવામાં આવી છે.
રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, “સમગ્ર દેશ ગરીબીના ખપ્પરમાં હોમાય ગયો છે. જેના કારણે આજે કોંગ્રેસ મોંઘવારીનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી છે. એક સમયે જ્યારે ગરીબોની થાળીમાં દાળ-ભાત અને શાક રોટલી સહિતના વ્યંજનો હતા. પરંતુ આજની મોંઘવારી એ હદે વધી ગઈ છે કે ગરીબોને માત્ર થાળીમાં મીઠું, મરચું અને છાશ જ બચ્યા છે. ભાજપ સરકારને માત્રને માત્ર ઈલેક્શન જીતવા છે અને તેના માટે સરકાર કામ કરે છે. મધ્યવર્ગ અને ગરીબ માટે કોઈ વિચાર કરતા નથી.”
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોંઘવારીના વિરોધમાં મોંઘવારીનું બેસણું કરવા જઈ રહ્યાં હતા. પરંતુ પોલીસે બેસણું યોજાય તે પહેલા જ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોને અટકાયતમાં લીધા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.