નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દરેક પક્ષ દ્વારા એક બીજા ઉપર આરોપ પ્રત્યારોપ લગાવવાનું પ્રમાણ વધી ગયું છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટિલે જણાવ્યુ હતું કે ભાજપના પદાધિકારીઓ ગુજરાતનાં કેટલાક કૂપોષિત બાળકોને દત્તક લેશે, આ બાળકોની સંખ્યા હજારોમાં હશે. સી.આર.પાટિલના આ નિવેદની સામે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પણ એક નિવેદન આપ્યું હતું અને ભાજપને આડે હાથ લેવાનો પ્રયાસ કર્યો હતો.
આપ નેતા ઈશુદાન ગઢવીએ આજે એક વિડીયો દ્વારા લોકોને જણાવ્યુ હતું કે, “ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એક વીડિયોમાં જણાવ્યું હતું કે ભાજપના હોદ્દેદારો કેટલાક કુપોષિત બાળકોને દત્તક લેશે. પરંતુ ગુજરાત સરકારના આંકડાઓ અનુસાર, ગુજરાતમાં 384000 જેટલા કુપોષિત બાળકો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ, 6 મહિનાથી 23 મહિનાની વચ્ચેના 89 ટકા બાળકોને યોગ્ય માત્રામાં ખોરાક મળતો નથી. અને સમગ્ર ભારતમાં સૌથી ખરાબ હાલત ગુજરાતના બાળકોની છે.”
કૂપોષિત બાળકોને દત્તક લેવાના સી.આર.પાટિલના નિવેદન સામે ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા, 27 વર્ષમાં ભાજપે કુપોષણ ઘટાડવા કઈ નથી કર્યું pic.twitter.com/38CSy7LjZp
— Navajivan News (@NavajivanNews) May 17, 2022
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “સી.આર.પાટિલે પોતે સ્વીકાર્યું છે કે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને સી.આર.પાટીલ અમુક બાળકોને દત્તક લેવાની વાત કરે છે પણ બાકીનાનું શું? આજ સુધી ગુજરાતમાં ભાજપ સરકાર એવી કોઈ વ્યવસ્થા નથી કરી જેના દ્વારા કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર કાઢવામાં આવે. મારે સી.આર.પાટીલને પૂછવું છે, શું તમે કોઈ ગામમાં એક રાત રોકાયા છો? બનાસકાંઠા જેવા જિલ્લામાં 26000 થી વધુ બાળકો કુપોષિત છે. તે માત્ર એક જિલ્લાની વાત છે. તો કલ્પના કરો કે આખા ગુજરાતમાં કેટલા બાળકો કુપોષિત હશે.”
ગુજરાતની ભાજપ સરકાર અને સી.આર.પાટિલ ઉપર પ્રહાર કરતાં તેમણે જણાવ્યુ હતું કે, “સી.આર.પાટિલ જાતે સ્વીકારે છે કે તેમની સરકાર કૂપોષિત બાળકો માટે કઈ કરી શકી નથી અને કરી પણ નહીં શકે. તેથી હવે સમય આવી ગયો છે કે ગુજરાતની જનતા જાગે અને આમ આદમી પરતીની સરકાર બનાવે. કુપોષિત બાળકો કુપોષણમાંથી બહાર આવી શકે તે માટે છેલ્લા 27 વર્ષમાં ભાજપ સરકારે એવું કોઈ કામ કર્યું નથી. કુપોષિત બાળકો ઘટવાને બદલે વધ્યા છે. છેલ્લા એક વર્ષમાં 2 લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.