Thursday, October 16, 2025
HomeGeneralહાર્દિકના રાજીનામાથી કોંગ્રેસ-ભાજપ રાજી-રાજી, મોંઘેરા હાર્દિકની 'હર-રાજી' જેવી હાલત કેમ થઈ જાણો...

હાર્દિકના રાજીનામાથી કોંગ્રેસ-ભાજપ રાજી-રાજી, મોંઘેરા હાર્દિકની ‘હર-રાજી’ જેવી હાલત કેમ થઈ જાણો…

- Advertisement -

તુષાર બસિયા (નવજીનવ ન્યૂઝ, અમદાવાદ): કોંગ્રેસથી નારાજ પાટીદાર નેતા હાર્દિક પટેલએ અંતે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું ધરી દીધું છે. ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધન કરી પત્ર લખ્યો છે. જેમા તેમણે જણાવ્યું છે કે તેઓ કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપે છે. આ બાબતે કોંગ્રેસ અને ભાજપ બંને ખુશ છે, કારણ કે કોંગ્રેસને બોલ્યા વગર કંકાશ ગયો, ભાજપને દોડવું હતુંને ઢાળ મળ્યો તેવી સ્થિતી થઈ છે.



રાજકીય આધ્યાયની શરૂઆત

પાટીદાર અનામતની માંગણી કરી આંદોલનના નેતા બની હાર્દિક જાહેર જીવનમાં પ્રવેશ્યા હતા. બાદમાં રાજકારણ નહીં કરવાની કસમ ખાધા બાદ પણ કોંગ્રેસમાં જોડાયા હતા. પરંતુ તેના કારણે ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને નુકશાનને બદલે ફાયદો જ થયો હતો. ઓબીસી અને એસસી/એસટીની અનામત પર તરાપ મારવાના એજન્ડાને ભાજપે જમીની લેવલ સુધી પહોંચાડી દિધો હતો. સાથે જ સવર્ણોને (માત્ર પાટીદારો નહીં તમામ સવર્ણો) સાથે લેવા ઈબીસી (EBC) અનામત લાગુ કરી દીધું. બાદમાં હાર્દિકની કોંગ્રેસમાં એન્ટ્રી અને કોંગ્રેસના કેટલાક નેતાઓનો વિધાનસભા ચૂંટણી સમયે બનેલો ખેલ બગડી ગયો હતો.

- Advertisement -

આમ ભાજપની સામે લડવા નીકળેલા હાર્દિક કોંગ્રેસમાં ગયાના ખુબ ટૂંકા સમયમાં કોંગ્રેસ પર વજન બની ગયા હતા અને કોંગ્રેસના નેતાઓ ખુદ ઈચ્છવા લાગ્યા હતા કે વજન ઘટે તો સારુ. જેના પરિણામે ગુજરાત કોંગ્રેસના ચોક્કસ યુવા અને સિનિયર નેતાની મંડળીઓ કામે લાગી હતી. કોંગ્રેસના સિનિયર નેતાઓ નરહરિ અમીનને કોંગ્રેસ છોડાવી તેનો અનુભવ ધરાવતા હતા. એ જ મોડસ ઓપરેન્ડી અહીં પણ કામ લાગી. આખરે આજે હાર્દિકે આપેલ રાજીનામાથી કોંગ્રેસના નેતાઓનું મિશન સફળ રહ્યું છે.



આવું ન કર્યુ હોત તો ફિલ્મ લાંબી ચાલત

હાર્દિક અને તેની આસપાસના અઠંગ ખેલાડીઓ પણ કોંગ્રેસી નેતાઓના આ મિશનથી વાકેફ હતા. કોંગ્રેસના નેતાઓ ચૂંટણી જીતે કે ન જીતે તે વાત ગૌણ છે પણ, આંતરીક રાજકારણમાં તેના કરતા વધારે મોટા ખેલાડી લગભગ કોઈ પક્ષ પાસે નથી. જેના કારણે ખ્યાલ હોવા છતાં હાર્દિક આંતરીક રાજકારણમાં પરાસ્ત થયા છે. જો તેમણે આંતરીક જુથોના વિવાદમાં પોતાના જુથને ખડુ કરી શક્તિ પ્રદર્શન ન કર્યું હોત તો આ ફિલ્મ લાંબી ચાલી હોત.

હાર્દિક હેલિકોપ્ટર ઉતારે તો સેના તૈયાર

- Advertisement -

હાર્દિક હવે ભાજપમાં જોડાશે તેવી અટકળો વચ્ચે વરૂણ પટેલએ ટ્વિટ કરી જણાવ્યું કે, @BJP4Gujarat ના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે એ જોતાં કાર્યકરો ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી.

ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે, બાકી જાય જેને જવું હોય ત્યાં. ભાજપનો કાર્યકર મૌન છે, માયકાંગલો નથી ! આમ વરૂણના ટ્વિટ બાદ સમજી શકાય છે કે ભાજપમાં આવા કેટલાય વરૂણ હશે કે જેઓ હાર્દિક ભાજપમાં હેલિકોપ્ટર ઉતારે તો તેને પરાસ્ત કરવા સેના તૈયાર છે. પુર્ણવિરામ મુકતા ભાજપને ખુબ સારી રીતે આવડે છે. ખુદ આ ટવીટ કરનાર વરુણ પટેલ પણ એક સમયે ભજપને બહું ભાંડતા, અને હાલ ખુદ વરુણની હાલત કેવી છે તે પણ એક મોટું ઉદાહરણ છે.

પાટીદાર આંદોલન સમયે જ તાત્કાલીક ઉભરી આવેલા વરૂણ પટેલ ભાજપમાં સેટ છે. તેની પાછળ પણ ભાજપની કોઈ નેતાની કારકિર્દી પર કોઈ પણ સમયે પુર્ણવિરામ લગાવવાની પુર્વ તૈયારી જવાબદાર છે. રાજકારણ દરરોજ બદલાતું રહે છે તે ભાજપ ખુબ સારી રીતે જાણે છે. જેના કારણે પાટીદાર આંદોલન સમયે જ કેટલાક યુવાનોને નેતા બનાવી દિધા અને ભાજપમાં સામેલ કર્યા. પરિણામે હાર્દિક પટેલની કારકિર્દીને કાબુમાં રાખવાનો અવસર ભાજપને આજે પ્રાપ્ત થઈ ગયો છે.



પડખું ક્યારે ફેરવાય તે નહીં કેમ ફેરવાય તે અગત્યનું

- Advertisement -

હાર્દિક ભાજપમાં જાય, કોંગ્રેસમાં રહે કે (રાજીનામું આપ્યા બાદ પણ) અથવા આમ આદમી પાર્ટીમાં જાય આખરે નુકસાન તો હાર્દિક પટેલ અને તેમની ટીમને મોટું છે જે આવનારા સંઘર્ષની નિશાની છે. કારણ કે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનું કંઈ દાવ પર લાગ્યું નથી. આ પક્ષો તો બસ મફત ટોકનના દાવ ફેંકી રહ્યાં હતા અને હાર્દિક પટેલ તેમની માયાજાળમાં ફસાઈ ગયા છે. જેમાં ક્યારે પડખું ફેરવવું તેના કરતા પણ મહત્વનું હોય છે કેમ પડખું ફેરવવું.






સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular