વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપળા): ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના ભણકારા વચ્ચે બિટીપી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓની દિલ્હી ખાતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે બેઠક મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બિટીપીના સંરક્ષક છોટુભાઈ વસાવાએ થોડા દિવસ પહેલા એમ કહ્યું હતું કે અમે વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કરીશું નહિ ત્યારે આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. ભૂતકાળમાં બિટીપીએ ભાજપ, કોંગ્રેસ અને એ.આઈ.એમ.આઈ.એમ પક્ષ સાથે ગઠબંધન કર્યું હતું, જોકે એ પક્ષો માંથી કોઈ પણ પક્ષ સાથે એમને ફાવટ આવી ન્હોતી, જેથી જો આમ આદમી પાર્ટી સાથે એમનું ગઠબંધન થાય તો એ ગઠબંધન કેટલું સફળ રહેશે કે કેમ એ પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે. બિટીપીના ડેલીગેશને દિલ્હીની વિવિધ શાળાઓની મુલાકાત લઈ ત્યાંની શિક્ષણ વ્યવસ્થાની માહિતી મેળવી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રો.અર્જુન રાઠવા, ઈશુદાન ગઢવી, બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા વચ્ચે ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના આદિવાસી સમાજ અને વિસ્તારના વિવિધ પ્રશ્નો બાબતે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રો.અર્જુન રાઠવાએ જણાવ્યું હતું કે આ બેઠકમાં બિટીપી અને આમ આદમી પાર્ટીના રાજકીય મુદ્દાઓ ઉપરાંત 2022 વિધાનસભા ચૂંટણીમાં સાથે મળી કેવી રીતે કામ કરી શકાય એ બાબતે ચર્ચા કરી વિચારણા કરવામાં આવી હતી. આદિવાસી વિસ્તારની હોસ્પિટલમાં 90-95% સ્પેશિયલ તબીબોની અછત છે, શિક્ષણની સ્થિતિ કથળેલી છે, આદિવાસી વિસ્તારમાં બજેટ ફળવાય તો છે પણ એનો યોગ્ય ઉપયોગ થતો નથી વાસ્તવિકમાં ક્યાં વપરાય છે, નર્મદાનું પાણી સિંચાઈ માટે સ્થાનિકોને મળતું નથી, આદિવાસી વિસ્તારમાં બંધારણીય જોગવાઈ પેસા એક્ટ અને અનુસૂચિ-5 સહીત અનેક મુદ્દાઓ પર બિટીપી અને આપના નેતાઓ વચ્ચે ચર્ચાઓ થઈ હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.