નવજીવન ન્યૂઝ. દ્વારકા: મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી રાજ્યમાં ધૂળેટી તહેવારની ઉજ્જવણી થઈ શકી ન હતી. જો કે આ વર્ષે નિયંત્રણો ન હોવાના કારણે લોકો પાણી અને રંગો વડે ધૂળેટી રમી રહ્યા છે. તેવામાં રાજ્યમાં 9 લોકો ધૂળેટીની ઉજ્જવણી કરવા જતાં નદીમાં ડૂબ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.
દ્વારકાના ભાણવડમાં આવેલા ત્રિવેણી સંગમ ખાતે નદીમાં ન્હાવા પડેલા 5 યુવકો ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે. આ પાંચેય યુવાનો ધૂળેટી રમ્યા બાદ નદીમાં ન્હાવા ગયા હતા. પાંચેય યુવકો ડૂબી જતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
બીજી બાજુ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં વણાંકબોરીમાં ધૂળેટી પર્વને લઇને મેળો ભરાયો હતો. અહીં લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. ધૂળેટી રમ્યા બાદ ચાર યુવકો નદીમાં ન્હાવા પડ્યા હતા. જે ચાર યુવકો નદીમાં ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે અને અન્ય ત્રણની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે બાલાસિનોર-સહેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |











