નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gujarat News: ગુજરાતમાં કમોસમી વરસાદથી (Unseasonal rain in Gujarat) જગતનો તાત ભારે નુકસાની વેઠી રહ્યો છે. જાણે ધરતીપુત્રના માથેથી આફત અટકવાનું નામ જ લેતી ન હોય તેવી રીતે એક તરફ પાકને ભારે નુકસાન (Crop Damage) થઇ રહ્યુ છે. બીજી તરફ માર્કેટમાં પૂરતો ભાવ ન મળવાના કારણે ખેડૂતની (Farmers) સ્થિતિ પડ્યા પર પાટું સમાન બની છે. તે વચ્ચે રાજ્યસરકારે (Gujarat Government) ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
રાજ્યસરકારે ખેડૂતોને કૃષિ વીજ જોડાણમાં ફિક્સ કનેકશન ચાર્જથી મુક્તિ આપી છે. એટલે કે ખેડૂતોને વધારાની વીજળી લોડ સામે હવે દંડ નહીં ચૂકવવો પડે અને સ્થળ પર વીજલોડનો ચાર્જ ભરી શકશે. ખેડૂતોને પડતી હાલાકીને લઇ ઘણાં સમયથી આ બાબતે કિસાનસંઘ દ્નારા રાજ્યસરકારને રજૂઆત કરવામાં આવી રહી હતી. જે રજૂઆતનો આજે સુખદ અંત આવ્યો છે. રાજ્યસરકારના આ નિર્ણયથી લાખો ખેડૂતોને ખેતીકામમાં મોટી રાહત મળશે અને આર્થિક હિત જળવાશે. જેને લઇ ખેડૂતો પણ સરકારના નિર્ણયને આવકારી રહ્યાં છે.
મહત્વનું છે કે, વીજળીના લોડ વધારા અંગે ખેડૂતને ડિપોઝિટ ચૂકવાની રહેશે. જેમાં સ્થળ પર ખેડૂતોને પૈસા આપી વીજળી લોડ વધારી અપાશે અને ખેડૂતોને દંડ કરવાના બદલે વધારાનો લોડ ચાર્જ રાજ્ય સરકાર પોતે ભોગવશે. તો બીજી તરફ સ્વૈચ્છિક જાહેર યોજનાની સમય મર્યાદા પણ વધારવામાં આવી છે. જેમાં આ યોજનાની મુદ્દત 1 મે 2023 સુધી લંબાવવામાં આવી છે. ત્યારે સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








