નવજીવન ન્યૂઝ.વલસાડઃ ભારતના ઘમા બધા રાજ્યોમાં ધનીકોને ધમકાવતી, ફાયરિંગ કરી ખંડણી ઉઘરાવવામાં પંકાયેલી ગેંગ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો એક સાગરિત એસઓજી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. વલસાડ પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી અને તેના પરિણામ સ્વરૂપ પોલીસે તેને ઝડપી પાડી તેની પાસે રહીલી પીસ્ટલ અને જીવંત કારતૂસ જપ્ત કરી લીધા હતા.
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાની સૂચના અનુસાર વલસાડ એસઓજી (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ)ના પોલીસ ઈન્સપેક્ટર વી બી બારડે માર્ગદર્શન આપતા એસઓજીના પીએસઆઈ એલ જી રાઠડ, હે. કોન્સ્ટેબલ મિનેષ મોહનભાઈ અને તેમની ટીમ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. દરમિયાન એએસઆઈ સયદભાઈ વાઢુ અને પોલીસ કોન્સ્ટેબલ અરૂણ ઝાંઝેને એક બાતમી મળી હતી. જેમાં મહારાષ્ટ્રના પુણેના નારાયણગામ વિસ્તારમાં એક વ્યક્તિ પોતાની પાસે પિસ્ટલ વડે ફાયરિંગ કર્યું છે અને તે શખ્સ હવે પુણેથી ગુજરાત ટ્રાવેલ્સ બસમાં બેસી વાપી થઈ રાજસ્થાન જવાનો છે. આ શખ્સની ઉંમર અંદાજે 20થી 25 વર્ષની છે. લગભગ સાડા ચારેક વાગ્યાના અરસામાં વાપી ગુંજન પેપીલોન હોટલ ને.હા. 48 સર્વિસ રોડ પર આવવાનો છે. આ બાતમી મળતાં જ પોલીસે તાત્કાલીક કાર્યવાહી શરૂ કરી અને બસમાંથી આરોપી અભિષેક ઉર્ફે પપ્પુ ઉર્ફે સોનુ દિલીપભાઈ કોળી (ઉં.વ.18, રહે, ઘેડેગાવ, થાના)ને પકડી તેની પાસેથી મળેલી પીસ્ટલ અને પાંચ જીવતા કારતૂસ તથા એક ખાલી મેગઝીન મળી આવી હતી. પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી છે. પોલીસે જ્ચારે આ આરોપીની તપસ શરૂ કરી ત્યારે તેમને બીજી ઘણી વિગતો જાણવા મળી હતી.
પોલીસને વિગતો મળી કે પકડાયેલો શખ્સ રાજસ્થાન, પંજાબ, હરીયાણા, દિલ્હીના આંતર રાજ્ય ગેંગ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર સોપુ ગેંગનો સભ્ય છે અને આ ગેંગ સાથે છેલ્લા દોઢ વર્ષથી જોડાયેલો છે. તે તેના મિત્ર સંતોષ જાધવ મારફતે ગેંગમાં શામેલ થયો હતો અને પૈસાદાર લોકો પાસે ફાયરિંગ કરી ડરાવી નાણા વસુલ કરવાનું કામ કરવા લાગ્યો હતો. લોરેન્સ બિશ્નોઈ હાલ તિહાર જેલમાં છે. ઉપરાંત તેણે રાજસ્થાનમાં 1 કરોડની ખંડણી માગવાના 2 અને રાજસ્થાનમાં વેપારી પાસે 20 કરોડની ખંડણી માગવાના કેસમાં સંડોવણી જોવા મળી હતી.
આ શખ્સે અગાઉ લોરેન્સ બિશ્નોઈ અને અન્ય ગેંગ મેમ્બર્સ સાથે મળી ફાયનાન્સર, ઉદ્યોગપતિ અને વેપારીઓને વરચ્યૂઅલ કોલ કરી ખંડણી આપવા ધમકી આપતા અને ખંડણી આપવાની તૈયારી ન બતાવે તેના પર ફાયરિંગ કરી તેને ડરાવતા, આ ગુનામાં પકડાયેલા આરોપી ભોગ બનનારની રેકી કરી બાઈક પર ફાયરિંગ કરીને ભાગી જતા અને ગેંગના લીડર આ રીતે જબરજસ્તી પૈસા કઢાવતા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











