નવજીવન ન્યૂઝ. અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ પક્ષની નારાજ હોવાનું સામે આવી રહ્યું હતું. ત્યારે આજે આખરે હાર્દિક પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક સમયથી જે રીતના નિવેદનો હાર્દિક પટેલના સામે આવી રહ્યા હતા તે જોતાં તેઓ પક્ષ છોડી દેવાના મૂડમાં હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. ત્યારે હવે હાર્દિક પટેલ BJP કે AAPમાં જોડાશે? તે જોવાનું રહ્યું.
હાર્દિક પટેલે આજે ટ્વિટર પર પોસ્ટ મૂકીને રાજીનામાં અંગેની જાણકારી આપી છે, તેમણે જણાવ્યુ છે કે આજે હું હિંમતપૂર્વક કોંગ્રેસ પાર્ટીના હોદ્દા અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતના લોકો આવકારશે. મને વિશ્વાસ છે કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ.
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
— Hardik Patel (@HardikPatel_) May 18, 2022
હાર્દિક પટેલ પક્ષની નેતાગીરીથી છેલ્લા કેટલાક સમયથી નારાજ હતા. આ બાબતે હાર્દિક પટેલે હાઈકમાન્ડ સાથે પણ વાતચીત કરી હતી તેમ છતાં વાતની નિરાકરણ આવ્યું ન હતું. ઉપરાંત હાર્દિક પટેલને લઈને ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓએ પણ જાહેર નિવેદનમાં ટોણાં માર્યા હતા. તાજેતરમાં જ હાર્દિકે કોંગ્રેસ સામેની નારાજગીને લઈને ખોડલધામ ખાતે યોજાયેલી બેઠકમાં નિવેદન આપ્યું હતું કે, ‘છું જ ને નારાજ કોણ ના પાડે છે, અમે તો કામ માંગીએ છે, પદ થોડું માંગીએ છીએ. કાર્યકારી અધ્યક્ષ હોઉં તો જવાબદારી તો નક્કી હોવી જોઈએ કે નહીં.’
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.