Saturday, October 25, 2025
HomeGujaratAhmedabadજુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ગુજરાત ATSની કાર્યવાહી, 30ની ધરપકડ

જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ગુજરાત ATSની કાર્યવાહી, 30ની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: અગાઉ થયેલા ગુજરાતમાં (Gujarat) જુનિયર ક્લાર્ક પરીક્ષાના પેપરલીક કેસમાં (junior clerk paper leak case)ફરી એકવાર ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. જુનિયર ક્લાર્ક પરીક્ષા પહેલા જ જેને પેપર મળી ગયેલા તે 30 ઉમેદવારોને ગુજરાત ATSએ ઝડપી પાડ્યા છે. આ અંગે ગુજરાત ATS દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, તારીખ 29/01/22ના રોજ લેવાનારી પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર પરીક્ષા શરૂ થાય તેના થોડા જ કલાકો પહેલા લીક થયુ હોવાનું તંત્રના ધ્યાને આવ્યુ હતુ. જેથી તે દરમિયાન પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જોકે આ પરીક્ષાને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પાંચ દિવસ પહેલા જ પેપરલીકની માહિતી તંત્રને આપી હતી. તેમ છતાં છેલ્લી ક્ષણે પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવતા ઉમેદવારો રોષે ભરાયા હતા. પરીક્ષા રદ્દ થતાં વર્ષોથી મહેનત કરતાં ઉમેદવાર નિરાશ થઈને પરીક્ષા સ્થળથી પાછા ફર્યા હતા.

- Advertisement -

જુનિયર ક્લાર્ક પરીક્ષાના પેપરલીક થતાં ગુજરાત પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગી હતી. જોકે ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું હતું કે, પેપરલીક કેસના મુખ્ય આરોપી પ્રદીપ નાયકે પરીક્ષાનું પેપર હૈદરાબાદ ખાતેની કે.એલ.હાઈ-ટેક પ્રેસમાં નોકરી કરતા જીત નાયકને પૈસાની લાલચ આપીને લીધુ હતું. જે બાદ પ્રદીપે ઓડીશા ખાતે ક્લાસીસ ચલાવતા તેના મિત્ર સરોજનો સંપર્ક કરી બિહારના સાગરીતો મોરારી, કમલેશ, ફિરોઝ, સર્વેશ, મિન્ટુકુમાર, પ્રભાત અને મુકેશકુમારને ગુજરાતમાં વેચાણ કરવા ચેનલ ગોઠવી આપી હતી. જેથી મિન્ટુકુમારે વડોદરાના સ્ટેકવાઈઝ ટેકનોલોજી નામનું કમ્પ્યુટર પરીક્ષા સેન્ટર ચલાવનારાને, અમદાવાદ અને વડોદરાના દિશા એજ્યુકેશનના એમ.ડી.નો સંપર્ક કર્યો હતો અને તેઓ પેપર ખરીદવા તૈયાર થયા હતા. જેથી આરોપીઓ બિહારથી વડોદરા આવવા માટે રવાના થયા હતા. સ્ટેકવાઈઝ ટેકનોલોજી નામના કમ્પ્યુટર પરીક્ષા સેન્ટરના એમ.ડી ભાસ્કર અને દિશા એજ્યુકેશનના એમ.ડી. કેતને તેમના અન્ય એજન્ટ હાર્દિક શર્મા, પ્રણવ શર્મા, અનિકેત ભટ્ટ અને રાજ બારોટને પણ વડોદરા બોલાવી લીધા હતા. તમામ લોકો સ્ટેકવાઈઝ ટેકનોલોજીની ઓફીસે ભેગા થતાં ગુજરાત ATS દ્વારા રેડ પાડીને 15 લોકોને લીક થયેલા પેપર સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પેપરલીક બનાવમાં અગાઉ કુલ 19 લોકોને ઝડપીને ATSએ જેલ હવાલે મોકલી આપ્યા હતા.

ગુજરાત ATSને ભાસ્કર ચૌધરીની ઓફિસ અને અન્ય આરોપીના વાહનોમાંથી જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારોના કોલ લેટર, કોરા ચેક, અસલ સર્ટીફિકેટ મળી આવ્યા હતા. જેના આધારે ઉમેદવારોની ધરપકડ કરીને પુછપરછ કરતાં આરોપીઓએ જણાવ્યું હતું કે, પરીક્ષામાં પુછાનાર પેપરની વિગતો આગલી રાત્રે આપવાના હતા. જેના બદલામાં તેઓને રૂપિયા 12 થી 15 લાખ આપવાના નક્કી કર્યા હતા. ગુજરાત ATSએ તપાસમાં મળેલા દસ્તાવેજોના આધારે કુલ 30 ઉમેદવારોની ધરપકડ કરી છે. જેની વિગત નીચે મુજબ છે.

TAG: Gujarat News, Junior Clerk Paper Leak Case Update, Gujarat ATS

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular