Thursday, October 16, 2025
HomeGeneralહળવદમાં બનેલી દુર્ઘટનાના સંદર્ભે તમામ કાર્યક્રમ રદ કરી CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા...

હળવદમાં બનેલી દુર્ઘટનાના સંદર્ભે તમામ કાર્યક્રમ રદ કરી CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા ઘટનાસ્થળે, રાજ્ય અને કેન્દ્ર સરકારે કરી સહાયની જાહેરાત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. હળવદ: આજે સવારે હળવદના એક મીઠાના કારખાનામાં એક અનઇચ્છનીય ઘટના બની હતી, જેમાં 12 શ્રમિકોએ જીવા ગુમાવ્યો હતો અને 30 જેટલા શ્રમિકો ધરાશાયી થયેલી દીવાલ નીચે દટાયા હોવાની આશંકા કરવામાં આવી રહી છે. હલવાદમાં બનેલી આ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું, જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજના પોતાના તમામ કાર્યક્રમ રદ કરીને ઘટનાસ્થળે પીડિતો અને તેમના પરિવારની મુલાકાત કરવા પહોંચ્યા હતા.



હળવદમાં આવેલા મીઠાંના એક કારખાનાંમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી જેમાં 12 શ્રમિકોના મૃત્યુ થયા હતા જ્યારે અન્ય ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. દિવાલ ધરાશાયી થતા 30 જેટલાં શ્રમિકો દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. જ્યારે 12 શ્રમિકોનાં મૃત્યુ થયા છે. હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના કારખાનામાં આ દુર્ઘટના ઘટી છે. હાલમાં JCB દ્વારા દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


આ ઘટનામાં પીડિતો માટે રાજ્ય સરકાર દ્વારા 4-4 લાખની સહાયની જાહેરાત કરી છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 2-2 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરવામાં આવી છે તેમદ ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી ભ્પેદરા પટેલ જાતે જ ઘટનાની સમિક્ષા કરવા ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પીડિતોના પરિવારને સંતવાના આપી રહ્યા છે.


- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular