Thursday, March 26, 2026
HomeGujaratગોંડલનું રીબડા ફરી ચર્ચામાં, પોલીસે ગેસ સિલિન્ડરની કાળાબજારી કરતી ટોળકીને પકડી 600...

ગોંડલનું રીબડા ફરી ચર્ચામાં, પોલીસે ગેસ સિલિન્ડરની કાળાબજારી કરતી ટોળકીને પકડી 600 બાટલા કબજે કર્યા

- Advertisement -
નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ઈરાન વિરૂદ્ધ ઈઝરાયલ યુદ્ધના કારણે દેશભરમાં ગેસની અછત સર્જાઈ છે. આ અછતનો લાભ કાળા બજારીયાઓ મોટાપાયે લઈ રહ્યાં છે. ગેસ એજન્સીઓ તેના ડિલિવરી મેન સાથે સાંઠગાંઠ કરીને ઊંચી કિંમતે રાંધણ ગેસ તેમજ કૉર્મશિયલ ગેસ સિલિન્ડર આપી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં અમદાવાદ, વડોદરા સહિત રાજ્યભરમાં ગેસ સિલિન્ડરની કાળા બજારી (Black Market of Gas Cylinders) ના અનેક કેસ થયા છે. રાજકોટ ગ્રામ્ય એસઓજી (Rajkot Rural SOG) એ ગોંડલના રીબડા ગામે એક ગેસ એજન્સીના ગોડાઉન પર દરોડો પાડીને અન અધિકૃત રિફિલિંગ અને કાળા બજારનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ટીમે સ્થળ પરથી નાના-મોટા 600થી વધુ ગેસ સિલિન્ડર, બે ટેમ્પો અને ગેસ રીફિલિંગ પીન જપ્ત કરી એજન્સીના મેનેજર સહિત 4 શખસોને ઝડપી લીધા છે. જ્યારે ગેસ એજન્સીના માલિક સહિત ત્રણ શખસોને Gondal Taluka Police Station માં નોંધાયેલી ફરિયાદમાં ફરાર દર્શાવાયા છે. આવશ્યક ચીજવસ્તુ ધારા 3 અને 7 હેઠળ તેમજ વિસ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ આરંભી છે.

રાજકોટ ગ્રામ્ય પોલીસ ગ્રાહક બનીને કેસ કરે છે

ગેસની કાળા બજારી રોકવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ છેલ્લાં કેટલાંક દિવસોથી પ્રયત્નશીલ છે. દસેક દિવસમાં Team SOG એ બે તેમજ શાપર (વેરાવળ) પોલીસે એક કેસ નોંધી સવા સાતસોથી વધુ નાના-મોટા ગેસ સિલિન્ડર કબજે કરી સાત આરોપીઓની ધરપકડ પોલીસ કરી ચૂકી છે. રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે (Vijaysinh Gurjar) નવજીવન ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, કાળા બજારીયાઓને શોધવા માટે પોલીસ ગ્રાહક બની તેમજ ડમી ગ્રાહક મોકલીને આરોપીઓ સુધી પહોંચે છે.

- Advertisement -

ગેસ એજન્સીના ગોડાઉન પરથી થતી હતી કાળા બજારી

ગોંડલ તાલુકાના રીબડા ગામે ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી સાંઈ પ્રેમ ગેસ એજન્સીમાં ગેસ સિલિન્ડરની કાળા બજારી થતી હોવાની પોલીસને માહિતી મળી હતી. જેથી એક ડમી ગ્રાહકને રૂપિયા આપીને ગેસ સિલિન્ડર લેવા માટે મોકલ્યો હતો. ઉંચી કિંમતે સિલિન્ડર આપવામાં આવતા એસઓજી પીઆઈ એફ. એ. પારગી (PI F A Pargi) ની ટીમે દરોડો પાડતા ગોડાઉન અને બે વાહનોમાં પડેલા 600થી વધુ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. Rajkot Rural SOG ની ટીમે એક સિલિન્ડરમાંથી બીજામાં ગેસ રીફિલ કરતા શખસ મળી આવ્યા હતા. પોલીસે એજન્સીના મેનેજર પંકજ મકવાણા સહિત ચાર શખસોને ઝડપી લીધા હતા. જ્યારે ગેસ એજન્સીના માલિક બાબા બગ્ગા (રહે. ઉત્તર પ્રદેશ), શૈલેષ ભાલાણી ઉર્ફે હસમુખ તેમજ ગોડાઉન માલિક નિરવ ભીમાણીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ગેસ એજન્સી કાયદેસર કે ગેરકાયદેસર ?

- Advertisement -

રાજકોટ ગ્રામ્ય એસઓજીના દરોડામાં રેકૉર્ડ બ્રેક સંખ્યામાં ગેસ સિલિન્ડર મળી આવ્યા છે. એજીસ ગેસ (Aegis Gas), રિલાયન્સ ગેસ (Reliance Gas), પેટ્રો ગેસ, એનર્જી ગેસ, Bharat Gas, HP Gas, Indane Gas, ગ્રીન્લી ગેસ તેમજ કંપનીના નામ વગરના ગેસ સિલિન્ડરો નાની-મોટી સાઈઝમાં કુલ 603 મળી આવ્યા હતા. પોલીસને સ્થળ પરથી ગેસ એજન્સીનો એક પણ દસ્તાવેજ મળી આવ્યો નથી. ગેસ એજન્સીના માલિક ફોન બંધ કરીને ફરાર થઈ ગયા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular