ભારત અને ચીનમાં મહત્તમ ઘઉં સ્ટોક જમા રહેવાનો
ઈબ્રાહીમ પટેલ : મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) : યુનાઇટેડ નેશન્સની સંસ્થા ફાઓ (ફૂડ એન્ડ એગ્રિકલચરલ ઓર્ગેનાઇઝેશન)એ 2025નું વૈશ્વિક અનાજ ઉત્પાદન, પહેલી વખત 3 અબજ ટનને વટાવી ગયાનું, તાજા અંદાજોમાં જણાવ્યું હતું. નવેમ્બર 2025ના અનાજ ઉત્પાદનમાં 30.30 લાખ ટન વધારો થયાની આગાહી કરીને ફાઓએ ઉક્ત અહેવાલ આપ્યો હતો. આર્જેન્ટિનામાં અપેક્ષા કરતા વધુ ઘઉંનું વાવેતર, પ્રોત્સાહક હવામાન, અને વિક્રમ ઉત્પાદકતા (યીલ્ડ) આ બધાનો સરવાળો વિક્રમ લણણીમાં પ્રતિબિમ્બિત થયો હતો. 2025-26માં મકાઈ અને ચોખાની આગેવાનીમાં બધાજ મહત્વના અનાજોની માંગમાં, 2024-25ની તુલનાએ 592 ટન (2.1 ટકા)નો વધારો થયો હતો.
ફાઓની આગાહી છે કે 2026ની અનાજ મોસમ, વિક્રમ અનાજ સ્ટોકના આરંભ સાથે થવાની છે. આ મહિને સુધારેલા આંકડામાં કહેવાયું હતું કે આ સ્ટોક ઉઘડતી મોસમ કરતા 5.6 ટકા એટલે કે 568 લાખ ટન વૃદ્ધિ સાથે હવે 9255 લાખ ટન રહ્યો છે. ચીન અને ભારતમાં મહત્તમ ઘઉંનો સ્ટોક જમા રહેવાને લીધે અન્ય નિકાસકાર દેશોમાં પણ સ્ટોક વધી પાડવાનો છે. જો કડ ધાન્યનો વિચાર કરીએ તો બ્રાઝિલ, અમેરિકા જેવા નિકાસકાર દેશમાં સ્ટોક વધારો જોવાયો છે.
પણ યુરોપિયન દેશોમાં તાજેતરમાં જ સ્ટોક વધારો જોવા મળ્યો છે. અમેરિકા અને આર્જેન્ટિના બન્ને દેશમાં ઘઉં પાકની સ્થિતિ સુધારતા સ્ટોક વૃદ્ધિ જોવાઈ હતી. આવું જ બ્રાઝિલના મકાઈ સ્ટોકમાં જોવાયું હતું. અનાજ નિકાસકાર દેશના સ્ટોક ટુ યુઝ (વપરાશ)નો રેશિયો, 2026ની મોસમના અંતે 22.3 ટકા વધવાની સંભાવના છે. ફાઓએ ચોખાના સ્ટોકની આગાહી કરતા કહ્યું કે 2025-26ની બજાર મોસમના અંતે, નવેમ્બર મહિનામાં ચોખાનો સ્ટોક 15 લાખ ટન વધીને 2168 લાખ ટન થશે, જેમાં ઇન્ડોનેશિયાનો ફાળો મોટો હશે. આ સ્તરે, વૈશ્વિક ચોખાનો સ્ટોક વર્ષારંભ સ્તરથી 2.8 ટકા વિક્રમ વધશે, જે 4.6 મહિનાની વૈશ્વિક વપરાશ જેટલો હશે. અમેરિકા,માદાગાસ્કર, નેપાળ, થાઈલેન્ડ પાકિસ્તાનમાં ચોખાનું ઉત્પાદન ઘટ્યું હતું, સામે ભારત, બાંગ્લાદેશ, બ્રાઝિલ, ચીન, ઇન્ડોનેશિયામાં ચીખાનની ઉત્પાદન વૃદ્ધિ થઇ હતી.
2026ના ઘઉં પાકનો વિચાર કરીએ તો ઉત્તર ગોળાર્ધમાં શિયાળુ વાવેતર પૂર જોશમાં ચાલી રહ્યું છે. અમેરિકામાં નવેમ્બરમાં ઘઉં વાવેત્તર પૂર્ણ થઇ ગયું છે, અને કેટલાંક વિસ્તારમાં સૂકા હવામાનને લીધે ગતવર્ષની તુલનાએ પાકની સ્થિતિ 10 ટકા ઓછી એટલે કે માત્ર 45 ટકા સારીથી અતી સારી મનાય છે. યુરોપના દેશમાં હવામાન સારું મનાઈ, ઘઉં વાવેતર પ્રક્રિયા આરંભાઈ ગઈ છે, ઇટાલી અને અન્યત્ર વરસસાદ ખાદ્યને લીધે સોફ્ટ ઘઉં વાવેતર માટે ચિંતાનું કારણ બન્યુ છે. દક્ષિણ ગોળાર્ધના દેશોમાં 2026 મોસમ માટે કડ ધાન્યનું વાવેતર આરંભાઈ ગયું છે. દક્ષિણ અમેરિકાના આર્જેન્ટિનામાં મોસમના આરંભે વરસાદનું વિસ્તરણ વધુ વિસ્તારમાં થયું હોવાથી મકાઈના વાવેતરમાં વધારો સંભવિત બન્યો છે, તેથી ઉત્પાદન વૃદ્ધિનો આશાવાદ પણ વધ્યો છે.
બ્રાઝિલમાં સ્થાનિક અને નિકાસ માંગ સારી હોવાથી, શક્ય છે કે 2026માં મકાઈ વાવેતર વધે. પરિણામે મકાઈ ઉત્પાદન પાંચ વર્ષની સરેરાશ આસપાસ રહેશે. દક્ષીણ આફ્રીકામાં સાનુકૂળ વરસાદ પડવાથી પીળી મકાઈના વાવેતરમાં વધારો થવાની શક્યતા વધી ગઈ છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








