નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં અનેક સરકારી અને બિન સરકારી કાર્યક્રમો થતાં હોય છે. પરંતુ તેમના અનેક કાર્યક્રમઓના ભાડા હજી સુધી ચૂકવામાં આવ્યા નથી. જો કે આ ભાડાની ઉઘરાણી કરવાના બદલે માત્ર પત્ર દ્વારા વિનંતી કરવામાં આવી રહી છે.
ગુજરાત વિધાનસભામાં મહાત્મા મંદિરના ભાડા અંગે એક લેખિત સવાલના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યુ છે કે ડિસેમ્બર 2021ની સ્થિતિએ સરકારી સંસ્થાઓ પાસેથી 2.47 કરોડ અને બિન સરકારી સંસ્થાઓ પાસેથી 69.87 લાખની વસૂલાત કરવાની હજુ બાકી છે. ભાડા પેટે વિવિધ સંસ્થાઓએ હજુ સુધી રકમ ચૂકવી નથી.
મહાત્મા મંદિરનું સંચાલન અને જાળવણીનું કામ હોટલ લીલા વેન્ચર લિ.ને વર્ષ 2018થી 25 વર્ષ માટે સોંપવામાં આવ્યું છે, જે પેટે વર્ષ 2021માં 71.89 લાખ ચૂકવવામાં આવ્યા છે. 2020માં કોઈ રકમ ચુકવવામાં આવી નથી. બેઈઝ મેનેજમેન્ટ ફી-નાણાંકીય વર્ષની કુલ આવકના બે ટકા રકમ ચુકવવાનું નક્કી કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે રકારી સંસ્થાઓ પાસેથી 2.47 કરોડ વસૂલવાના બાકી છે તે પૈકી 2.26 કરોડ તો બે વર્ષ કરતાં વધુ સમયથી બાકી છે. ઉપરાંત બિન સરકારી સંસ્થાઓ પાસેથી 69.87 લાખ બે વર્ષ કરતાં વધુ સમયથી બાકી છે. કરોડો રૂપિયા બાકી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવાના બદલે પત્ર દ્વારા જાણ કરવામાં આવી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે કરોડો રૂપિયાની ઉઘરાણી તંત્ર કયારથી શરૂ કરશે..?
![]() |
![]() |
![]() |











