વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો પાદરા તાલુકાના મુજપુર પાસેનો મહિસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ આજે સવારે તૂટી જતાં ગંભીર દુર્ઘટના સર્જાઇ છે. આ બનાવમાં બે ટ્રક, એક પિકઅપ વાન સહિત ચાર વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જેમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ પર દર વર્ષે ચોમાસામાં મોટા ખાડા પડી જતાં હતા. પરંતુ તંત્ર દ્વારા માત્ર સમારકામ કરીને ચલાવી લેવામાં આવતું હતું. જેના કારણે આજે મોટી દુર્ઘટના સર્જાઇ છે.

