નવજીવન ન્યૂઝ. દાહોદ: ગુજરાતમાં સટ્ટો રમવાનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તે ચિંતાજનક છે. તેમાં પણ હવે ઓનલાઈન ગેમ્બલિંગ અને બેટિંગની જે વેબસાઇટ શરૂ થઈ છે તેના કારણે તો લોકો હવે ઘરે બેઠા અથવા રસ્તા પર બેઠા પણ સટ્ટો રમી શકે છે. દાહોદમાં (Dahod) એક ફાયનાન્સની ઓફિસમાં આવી રીતે IPL મેચ પર સટ્ટો રમતા 5 જેટલા વ્યક્તિઓને પોલીસે પકડી લીધા છે, જેમાં નગરપાલિકાના ચૂંટાયેલા એક સભ્ય પણ છે. પોલીસે આરોપીઓ પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન (dahod b division police station) વિસ્તારમાં ગુનાહિત પ્રવૃતિને રોકવા માટે પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, દર્પણ સિનેમા રોડ પાસે આવેલી એક ફાયાન્સની ઓફિસમાં કેટલાક લોકો IPLનો સટ્ટો રમાડી તેમજ રમી રહ્યા છે. આ બાતમીના અધારે પોલીસે ફાયનાન્સની ઓફિસમાં દરોડો પાડતા પાંચ જેટલા વ્યક્તિઓ સટ્ટો રમતા ઝડપાયા હતા. પોલીસે આ ઓફિસમાંથી ત્રણ લાખ રૂપિયા રોકડા, 19 મોબાઈલ, બે લેપટોપ અને બે બાઈક સહિત 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પાંચેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
સટ્ટો રમતા નગપાલિકાના સભ્ય ઇશતીયાક અલી, તેમજ અન્ય ચાર આરોપી સોકત અલી, વિજય ભરવાણી, સંજય ભાટિયા અને અમીન મલિકને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી કેટલાક સમયથી સટ્ટો રમાડતા હતા અને કોણ-કોણ આ સટ્ટામાં સંડોવાયેલા છે તે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








