Sunday, October 26, 2025
HomeGeneralદિલ્હીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, 58 ફ્લાઈટ મોડી, બે રદ્દ

દિલ્હીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, 58 ફ્લાઈટ મોડી, બે રદ્દ

- Advertisement -

નવજીવન ન્યૂઝ નવીદિલ્હી: દિલ્હી-એનસીઆરમાં સોમવારે સવારે વાવાઝોડા સાથે ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. ઘણા મુસાફરોને એરપોર્ટની બસોમાં રાખવામાં આવ્યા હતા. ઘણી ફ્લાઈટોને ડાયવર્ટ કરવામાં આવી હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે.



દિલ્હી એરપોર્ટની વેબસાઈટ અનુસાર ખરાબ હવામાન અને સંબંધિત કારણોસર 40 ફ્લાઈટ્સ સવારે 9 વાગ્યા સુધી મોડી પડી હતી, જ્યારે દિલ્હી આવતી 18 ફ્લાઈટ્સ પણ મોડી પડી હતી. બે ફ્લાઈટ રદ કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટે ટ્વીટ કરીને કહ્યું કે ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. મુસાફરોને તેમની ફ્લાઇટ સંબંધિત અપડેટ્સ માટે સંબંધિત એરલાઇન્સ સાથે સંપર્કમાં રહેવા વિનંતી કરવામાં આવે છે.

ગો ફર્સ્ટના એક મુસાફરે જણાવ્યું કે અમને એરપોર્ટના રનવે પાસે દોઢ કલાક બસમાં રાખવામાં આવ્યા હતા. અમને ન તો પ્લેનમાં ચઢવા દેવામાં આવ્યા અને ન તો અમને ટર્મિનલ બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યા. બસમાં ઘણા વૃદ્ધ અને બીમાર મુસાફરો હતા, તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દોઢ કલાક સુધી બસમાં બેઠેલા મુસાફરોની કોઈએ નોંધ લીધી ન હતી. જો તેઓને ટર્મિનલ બિલ્ડીંગમાં જ પાછા લઈ જવામાં આવ્યા હોત તો કોઈ સમસ્યા ન હોત. લગભગ 7.30 વાગ્યે તેમને પ્લેનમાં બેસવા દેવામાં આવ્યા. આ પછી પણ આ પ્લેન દિલ્હીથી ક્યારે ટેકઓફ થશે તે જણાવવામાં આવ્યું નથી. માત્ર ગો એર જ નહીં, લગભગ તમામ એરલાઈન્સની ફ્લાઈટ્સમાં પણ આ જ અરાજકતા જોવા મળી રહી છે. આ અંગે અનેક લોકોએ ફરિયાદ કરી છે.



વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે દિલ્હી એનસીઆરના મોટા ભાગોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ થયો હતો. ખરાબ હવામાનને કારણે રોડ અને એર ટ્રાફિક ખોરવાઈ ગયો છે. સૂત્રોએ જણાવ્યું કે સવારની ફ્લાઈટમાં મુસાફરી કરતા સેંકડો મુસાફરોને અસર થઈ છે. દિલ્હીથી ઉપડતી ફ્લાઈટ્સ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી રહી છે. દિલ્હી એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે દિલ્હી એનસીઆરમાં ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઈટને જયપુર અને અન્ય એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે.

- Advertisement -

માત્ર દિલ્હી એનસીઆર જ નહીં પરંતુ હરિયાણા અને યુપીના અનેક શહેરોમાં પણ આજે વાવાઝોડા સાથે ભારે વરસાદ થયો હતો. વાવાઝોડામાં ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જેના કારણે અવરજવરમાં મુશ્કેલી પડી હતી. અનેક જગ્યાએ પાણી ભરાવાની પણ ઘટના બની હતી.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular