Tuesday, February 3, 2026
HomeGujaratRajkotજસદણની માસૂમ પર અત્યાચાર ગુજારનાર નરાધમને 'મોતની સજા'

જસદણની માસૂમ પર અત્યાચાર ગુજારનાર નરાધમને ‘મોતની સજા’

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: જસદણના આટકોટ પંથકને હચમચાવી દેનાર કમકમાટીભરી ઘટનામાં આખરે નરાધમ રેમસીંગ ડુડવાને તેના પાપની સજા મળી છે. 7 વર્ષની માસૂમ બાળકી પર અમાનવીય અત્યાચાર ગુજારી, તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ખોસી દેનાર આ હેવાનને રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટે ફાંસીના માંચડે લટકાવવાનો આદેશ કર્યો છે. માત્ર 33 દિવસમાં જ આ કેસનો ચુકાદો આપી દેવામાં આવ્યો છે.

પોલીસે પગમાં ગોળી મારીને કર્યો હતો પર્દાફાશ
ઘટનાની વિગત એવી છે કે, આરોપી રેમસીંગે માસૂમ બાળકીને એકાંતમાં લઈ જઈ નરાધમતાની તમામ હદો પાર કરી હતી. બાળકીએ પ્રતિકાર કરતા તેણે લોખંડના સળિયા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટના બાદ જ્યારે પોલીસ આરોપીને પકડી ઘટના સ્થળે લઈ ગઈ હતી ત્યારે પણ તેણે ભાગવાનો અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે કડક વલણ અપનાવી આરોપી પર ફાયરિંગ કર્યું હતું અને તેને લોહીલુહાણ હાલતમાં દબોચી લીધો હતો.

- Advertisement -

11 દિવસમાં ચાર્જશીટ અને ફાંસીનો ફંદો
પોલીસે આ કેસમાં કોઈ પણ કચાશ રાખ્યા વગર માત્ર 11 જ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટમાં ડે-ટુ-ડે સુનાવણી બાદ રાજકોટ પોક્સો કોર્ટનો કડક આદેશ આપી આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. સાથે જ પીડિત પરિવારને 7 લાખ રૂપિયાનું વળતર આપવા પણ નિર્દેશ કર્યો છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular