નવજીવન ન્યૂઝ. દાહોદઃ દાહોદમાં (Dahod) બે દિવસ પહેલા લૂંટ વિથ મર્ડરની (Loot With Murder) ઘટના સામે આવી હતી. દંપતી રાત્રીના સમયે બાઈક પરથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન લૂંટારૂઓએ પત્નીના દાગીનાની લૂંટ ચલાવીને પત્નીની હત્યા નીપજાવી નાખી હતી. જોકે આ મામલે પોલીસે તપાસ શરૂ કરતાં હકીકત કઈંક જુદી જ સામે આવી હતી. પોલીસ (Dahod Police) તપાસમાં સામે આવ્યું છે કે, પત્નીની હત્યા લૂંટારૂઓએ નહીં પરંતું તેના જ પતિએ કરી હોવાનું સામે આવ્યું છે.
શું હતો મામલો
દાહોદના ધોળાખાખરા ગામના વતની શૈલેષ ડામોર અને તેમની પત્ની લલીતાબેન બે દિવસ અગાઉ કામ અર્થે સુથારવાસા ગામે પોતાના સંબંધીના ઘરે ગયા હતા. જ્યાંથી રાત્રીના 10 વાગ્યે પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા. જ્યાં મોટીમોવડી ગામે પહોંચતા મોટરસાયકલ પર આવેલા લૂંટારૂઓએ દંપતીને રોકીને પત્ની પાસેના ધરેણાની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ દંપતીને માર માર્યો હતો. જેના કારણે લલીતબેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ પોલીસને થતાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ બનાવમાં પતિની ભુમિકા શંકાસ્પદ જણાતા પોલીસે શંકાના આધારે પતિની પુછપરછ કરતાં શૈલેષ ડામોર ભાગી પડ્યો હતો અને પત્નીની હત્યા તેણે જ કરી હોવાનું કબુલ્યુ હતું. પતિએ તેની પ્રેમિકા સાથે લગ્ન કરવાની અને તેની સાથે રહેવાની ઘેલછામાં પત્ની આડી આવતી હોવાના કારણે પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. દંપતી મહુડી ગામે બાઈક પર જઈ રહ્યું હતું. તે દરમિયાન પતિએ પત્નીને બાઈક પરથી નીચે પાડી દીધી હતી. જોકે પત્નીને જાનહાની થઈ ન હતી. ત્યારબાદ પતિએ પત્નીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધું હતું. ત્યારબાદ પરિવારજનોને ફોન કરીને લૂંટનું થઈ હોવાનો ઢોંગ કર્યો હતો. સમગ્ર મામલે હાલ શૈલેષ ડામોર વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








