રોકાણકારો જ્યારે ક્રિપટોકરન્સી બાબતે ભય અનુભવે ત્યારે તેમાં દાખલ થવા પ્રયાસ નહીં જ કરે
ફુગાવો અત્યારે આસમાને જઈ રહ્યો છે પણ સોનું ખાસ વધતું નથી
બિટકોનનો વર્તમાન પુરવઠો ૧૯૦.૫ લાખ કોઈન છે તેની મહત્તમ સપ્લાય ૨૧૦ લાખથી વધુ નથી થવાની
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): તમે માનો છો કે ફુગાવાના રક્ષણહાર તરીકે સોનાનું સ્થાન ક્રિપટોકરન્સી બિટકોઇન લઈ લેશે? જો હા, તો માની લો કે તમે ના તો ફુગાવા કે સોનાને સમજ્યા છો. બજારમાં એવી હવા છે કે અસંખ્ય કારણોસર બિટકોઇનનું મહત્વ વધવા લાગ્યું છે. પણ, એમ કહેવું ગેરવાજબી નહીં ગણાય કે ડોલર, રૂપિયો, યુરો, પાઉન્ડ, યુઆન, યેન જેવી અસંખ્ય દેશોની ફયાત કરન્સીઓએ ક્રિપટોકરન્સીને વધુ પડતી પબ્લિસિટી અપવવામાં ભૂમિકા કરી છે. વાસ્તવિકતા એ પણ છે કે સરકારો ફુગાવાના ઈલાજ તરીકે વધુ પડતી કરન્સી નોટ છાપી નાખે છે, તેથી બિટકોઇનને યાવત ચંદ્ર દિવાકરોની પ્રતિસ્થા પ્રાપ્ત થઈ ગઈ છે.
આ વર્ણન સાથે સોનાને જોઈએ તો તે પરાપૂર્વથી ફુગાવાના હેજ (રક્ષણહાર) તરીકેની ભૂમિકા અદા કરી રહ્યું છે. જો આ પરંપરાગત માન્યતાને સ્વીકારી તો પણ એટલું તો નક્કી છે કે વધતાં કોમોડિટી ભાવ સામે કઇંક અંશે સોનું ખરીદશક્તિની સલામતીની અને મૂલ્યસંગ્રહની ભૂમિકા નિભાવે છે. અહી મનમાં એવો સવાલ થાય કે, તો પછી બિટકોઇન સોનાનું સ્થાન કેમ નથી લઈ શકતો? જવાબ છે, સોનાનો ખાણ ઉત્પાદન પુરવઠો વાર્ષિક સરેરાશ બે ટકાના દરે વધી રહ્યો છે. જ્યારે બિટકોઇનનો પુરવઠો ૨૧૦ લાખ કોઇનથી કદી વધી શકવાનો નથી. હવે પ્રશ્ન વધુ ઊંચા અવાજે ઉઠે છે કે, તો પછી સોના અને ફુગાવાને સમજવામાં ગોથું કયા ખવાઇ જાય છે? જેઓ એવું સમજે છે કે બિટકોઇન અને સોનું ભાઈ બહેન છે, અથવા ઈચ્છે છે કે સોનું ફુગાવાના હેજની વધુ મજબૂત ભૂમિકા નિભાવે, પણ વ્યક્તિગત રીતે સોના અને ફુગાવાને કોઈ ખાસ સંબંધ નથી.
આપણે જરા વધુ સમજીએ, ફુગાવો અત્યારે આસમાને જઈ રહ્યો છે, પણ સોનું ખાસ વધતું નથી. કેટલાંક માથું ખંજવાળીને કહે છે કે અત્યારે સોનું મોટાપાયે ઉછળકુદ કરી રહ્યું છે તેનું શું? ફુગાવાના રક્ષણહાર તરીકે સોનાનો દાવો ભૂલભરેલો છે. ૨૦૦૨માં સોનાનો ભાવ પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ૩૦૦ ડોલર હતો, ૨૦૨૨માં અત્યારે તે ૧૮૫૦ ડોલર છે. જ્યારે જ્યારે સોનાના ભાવ વધઘટ થાય ત્યારે વાસ્તવિકતા એ હોય છે કે અમેરિકન ડોલર વધે કે ઘટે ત્યારે સોનું ઊંધી દીશામાં ચાલે, સોનું પોતાની રીતે કાઇ ના કરે. બસ સોનું એવા સંકેત આપે છે કે બજારમાં કરન્સી વધી રહી છે કે ઘટે છે. જો સોનું જાતે કહેતું હોય કે તે ઇનફલેશન સામે હેજિંગ નથી આપતું, તો બિટકોઇનની તો વાતજ કયા રહી.
આથી વિપરીત બિટકોઇનનો ભાવ માંગ આધારિત અથવા બજાર દ્વારા નિર્ધારિત થાય છે. શું 68,000 ડોલર, ૨૮,૦૦૦ ડોલર કે ૨,૮૦૦ ડોલર કોઈ પણ ભાવએ માંગ હતી ખરી? અહી વિવાદનો મુદ્દો જરૂર છે, પણ આ બાબતે ક્યારેય વિચારાયું નથી. આથી કુદરતી ન્યાયે જ તેના ભવિષ્યની ચિંતાઓ વચ્ચે ભાવ તૂટી રહ્યા છે. રોકાણકારો જ્યારે ક્રિપટોકરન્સી બાબતે ભય અનુભવે ત્યારે તેમાં દાખલ થવા પ્રયાસ નહીં જ કરે.
તો પછી ફુગાવાની ભૂમિકા? ચર્ચાનો આ આખરી મુદ્દો નથી. અહી ફરીથી પ્રશ્ન એ ઉઠે છે કે સોના બાબતે પણ માંગ એ પ્રાથમિક ગેરસમજ છે. અહી સ્પસ્ટતા કરી દઈ કે ફુગાવાને લીધે સોનાના ભાવ વધે છે, એવું કહેવાય કરતાં સોનાનો ભાવ વધે ત્યારે તે ફુગાવો વધી રહ્યાના સંકેત આપે છે. બીજા શબ્દોમાં કહી તો જ્યારે ડોલર નબળો પડે ત્યારે તેનું પ્રતિબિંબ સોનામાં પડે છે, સોનાના ભાવ વધે છે, અર્થાત ફુગાવો વધે છે.
સરકારોનું માનવું છે કે, સરકારના નાણાકીય સત્તાવાળાનો વિદેશની કરન્સીબજારમાં હવે કોઈ વિશ્વાસ નથી કરતું. આથી પરિવર્તનનાં ભાગ રૂપે આ જગ્યા પૂરવા બિટકોઇનને માન્યતા મળવા લાગી છે. ક્રિપટોકારન્સીની મર્યાદા એ છે કે તે પ્રાઇવેટ નાણાનું સ્વરૂપ ધરાવતા હોવાથી તેનો પુરવઠો મર્યાદિત છે, તેને ફયાત મનીની માફક ગમ્મે ત્યારે છાપી નથી શકાતા, આથી રોકાણકારોમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે બીટકોઈન ફુગાવાનો આખરી રક્ષણહાર છે.
આથી બિટકોઇન બાબતે ધારણાઓમાં અચોક્કસતાઓ નિર્માણ થઈ છે, તેથી જ ક્રિપટોકરન્સીના ભાવ ઘટી રહયા છે, આમ કહેવું વધારે વાજબી ગણાશે. ઓકટોબર ૨૦૨૧માં ઓલ ટાઈમ હાઇ ઐતિહાસિક ભાવ પ્રતિ બિટકોઇન ૬૮,૦૦૦ ડોલર છપાયા પછી તૂટીને અત્યારે તે ૩૦,૦૦૦ ડોલર આસપાસના ભાવએ ઉપલબ્ધ છે. બિટકોનનો વર્તમાન પુરવઠો ૧૯૦.૫ લાખ કોઈન બજારમાં ફરે છે, તેની મહત્તમ સપ્લાય ૨૧૦ લાખ કોઇનથી વધુ નથી થવાની.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૨૩-૫-૨૦૨૨
![]() |
![]() |
![]() |











