Tuesday, October 14, 2025
HomeGujaratકેપ્ટન વરુણ સિંહે લીધા અંતિમ શ્વાસ, હેલિકોપ્ટર ક્રેશ વખતે CDS બિપિન રાવત...

કેપ્ટન વરુણ સિંહે લીધા અંતિમ શ્વાસ, હેલિકોપ્ટર ક્રેશ વખતે CDS બિપિન રાવત સાથે હતા

- Advertisement -

નવજીવન નવી દિલ્હીઃ તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે બુધવારે સવારે નિધન થયું છે. તે સીડીએસ જનરલ બિપિન રાવત સાથે તે હેલિકોપ્ટરમાં જ યાત્રા કરી રહ્યા હતા જેમાં 14 વ્યક્તિનું દળ શામેલ હતું અને દુર્ઘટનામાં તેઓ એક માત્ર જીવીત બચેલા સૈન્ય અધિકારી હતા. ભારતીય એરફોર્સની તરફથી તેમના નિધનની પુષ્ટી કરવામાં આવી છે.


- Advertisement -

ભારતીય વાયુસેનાએ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે એ જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે ગ્રુપ કેપ્ટનનું આજે સારવાર દરમિયાન નિધન થયું છે. 8 ડિસેમ્બર, 2021ના રોજ થયેલા અકસ્માતમાં તે એકમાત્ર બચી ગયા હતા. તેમના પરિવારને સાંત્વના અને અમે તેમની સાથે છીએ.





તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને આ શ્રદ્ધાંજલિ લખી છે. દેશ પ્રત્યેની તેમની સેવાને બધા ભૂલી શકશે નહીં. તેમણે બહાદુરી, અત્યંત વ્યાવસાયિકતા સાથે રાષ્ટ્રની સેવા કરી. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular