નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર અને લોકસભા સાંસદ કાર્તિ ચિદમ્બરમના મુંબઈ, ચેન્નાઈ અને તમિલનાડુના શિવગંગાના ઘર પર દરોડા પાડ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે CBIએ 250 ચીની નાગરિકોને વિઝા અપાવવા માટે 50 લાખ રૂપિયાની લાંચ લેવા બદલ કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે CBIએ મંગળવારે સવારે ચેન્નાઈ અને દેશના અન્ય શહેરોમાં સ્થિત કાર્તિ ચિદમ્બરમના નવ સ્થળો પર દરોડા પાડ્યા છે. આરોપ છે કે કાર્તિ ચિદમ્બરમે પૈસા લઈને 250 ચીની લોકોને ખોટી રીતે વિઝા આપ્યા હતા. આ મામલો પંજાબના એક પાવર પ્રોજેક્ટ સાથે સંબંધિત છે, જેમાં વિઝા આપવામાં આવ્યા હતા. આ મામલામાં સીબીઆઈએ નવો કેસ નોંધ્યો છે.
ચેન્નાઈ, મુંબઈ, તમિલનાડુ, પંજાબ, ઓરિસ્સામાં કુલ 9 જગ્યાએ કાર્તિ વિરુદ્ધ રેડ ચાલી રહી છે. જો કે દિલ્હીમાં અત્યાર સુધી કોઈ દરોડા પડ્યા નથી, પરંતુ સીબીઆઈ અધિકારીઓ સવારે કેટલાક દસ્તાવેજો લઈને દિલ્હીના ઘરેથી નીકળી ગયા હતા. સીબીઆઈએ જે સ્થળો પર દરોડા પાડ્યા છે તે ચેન્નાઈમાં ત્રણ, મુંબઈમાં ત્રણ અને કર્ણાટક, પંજાબ અને ઓરિસ્સામાં એક-એક સ્થળો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીએ 2010-14 વચ્ચે થયેલા કથિત વિદેશી વ્યવહારોના સંબંધમાં કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. જે મુજબ દરોડા પાડવામાં આવ્યા છે.
Tamil Nadu | Police presence at Congress leader P Chidambaram's residence in Chennai as CBI searches multiple locations of his son Karti Chidambaram in connection with an ongoing case pic.twitter.com/LQIv9LdCHX
— ANI (@ANI) May 17, 2022
કાર્તિ ચિદમ્બરમની અનેક કેસોમાં તપાસ કરવામાં આવી રહી છે, જેમાં વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ (FIPB)ની મંજૂરીથી INX મીડિયાને વિદેશમાંથી રૂ. 305 કરોડ મળ્યાનો કેસ પણ સામેલ છે. તે સમયે તેમના પિતા પી ચિદમ્બરમ દેશના નાણામંત્રી હતા. કાર્તિ ચિદમ્બરમે આ દરોડા પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે ‘હું ગણતરી ભૂલી ગયો છું, આવું કેટલી વાર થયું છે? રેકોર્ડ હોવો જોઈએ.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.