નવજીવન ન્યૂઝ.ભરૂચઃ Bharuch Crime News: રાજયમાં દાદાગીરી અને અસામાજિક તત્વોનો (Anti Social elements) ત્રાસ વધી રહ્યો છે. ત્યારે ભરૂચ (Bharuch) જિલ્લામાંથી પણ દાદાગીરી કરી કુહાડી જેવા ઘાતક હથિયાર વડે હુમલો (કરવાની ઘટના સામે આવી છે. જેમાં હોર્ન જેવી સામાન્ય બાબતે રિક્ષા ચાલક સહિત 4 વ્યક્તિ પર હુમલો (Attack on Youths) કરવામાં આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ત્રણ કુવા નવી નગરી પાસે ગતરોજ સાંજના સમયે હુમલાની ઘટના નોંધાઈ હતી. જેમાં દર્દીને લઈ દવાખાને જઈ રહેલા રિક્ષા ચાલક પર હોર્ન કેમ વગાડી રહ્યો છે તેમ કહી હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે બે પક્ષો વચ્ચે હિંસક અથડાણ (Group Clash in Bharuch)થઈ હતી અને મારામારીના દૃષ્યો સર્જાયા હતા.
રિક્ષા ચલાકે હોર્ન વગાડતા સામે ઉભેલા શખ્સોએ રિક્ષા ચાલક સાથે બબાલ કરી હતી. આ બબાલ મારામારી સુધી પહોંચી હતી અને કુહાડી, લાકડી જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘનટામાં નારણભાઈ મંગાભાઈ વસાવા, ગલુબેન નારણભાઈ વસાવા, રોશન અશોકબાઈ વસાવા, તેમજ શિતલબેન અનિલભાઈ વસાવા સહિત અન્ય 4 લોકો ઘાયલ થયા હતા.
સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોચી હતી અને તમામ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








