નવજીવન ન્યૂઝ. પટના: કેન્દ્રીય તપાસ એજન્સીએ ફરી એકવાર લાલુ પ્રસાદ યાદવ પર સકંજો કસ્યો છે. સીબીઆઈ લાલુ યાદવના 15 સ્થળો પર દરોડા પાડી રહી છે. બિહારના સીએમ કાર્યકાળ દરમિયાન લાલુ પ્રસાદ યાદવના કથિત ભ્રષ્ટાચારને લઈને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. CBIએ શુક્રવારે સવારે એક સાથે કાર્યવાહી શરૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પટના ગોપાલગંજ અને દિલ્હીમાં લાલુ યાદવ તેમની પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા ભારતીના સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. રેલવે ભરતી કૌભાંડના સંબંધમાં આરજેડી નેતા વિરુદ્ધ નવો કેસ નોંધવામાં આવ્યો છે.
લાલુ યાદવ પર આરોપ છે કે, જ્યારે યુપીએ સરકારમાં રેલવે મંત્રી હતા ત્યારે નોકરી અપાવવાના બદલામાં અરજદારો પાસેથી જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. સીબીઆઈએ આ કેસમાં તપાસ કર્યા બાદ લાલુ અને તેમની પુત્રી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. લાલુ પ્રસાદ યાદવ 2004 થી 2009 સુધી તત્કાલીન યુપીએ સરકારમાં રેલ્વે મંત્રી હતા. તેઓ જ્યારે રેલ્વે મંત્રી હતા ત્યારે નોકરીના બદલામાં જમીન આપવામાં આવી હોવાના અનેક કિસ્સા સામે આવ્યા હતા.
બીજું બાજુ આજે લાલુના નાના પુત્ર અને બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ હાલમાં લંડનમાં છે. થોડા કલાકો પછી તેજસ્વી યાદવ લંડનમાં ‘આઈડિયાઝ ફોર ઈન્ડિયા કોન્ફરન્સ’માં ‘દેશના ભવિષ્ય’ પર ચર્ચાને સંબોધવાના છે. તેજસ્વીને પહેલીવાર આંતરરાષ્ટ્રીય મંચ પર બોલવાની તક મળી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











