નવજીવન ન્યૂઝ. બોટાદ: Botad News: અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં (Ahmedabad Civil Hospital) સારવાર લઈ રહેલા એક યુવાનનું ગઇકાલે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, આ યુવાનના પરિવારનો આક્ષેપ હતો કે પોલીસ દ્વારા માર મરવામાં આવતા યુવકનું મૃત્યુ (Botad Police Beating Youth Dies) થયું છે. મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પડી હતી. ત્યાર બાદ હવે આ ત્રણ પોલીસ કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદ DySPએ આજે મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી અને પરિવારના આક્ષેપ મુજબ બોટાદ પોલીસ દ્વારા પોલીસ કોન્સટેબલ અમીરાજ બોરિચા, નીકુલ સિંઘવ અને રાહીલ સિદાતર સામે IPC 302, 323, 324 અને 114 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે અને આગામી સમયમાં આ પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું મૃતકના પરિવારને આશ્વાસન આપવામાં આવ્યું છે. ત્યાર બાદ પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હતો.
શું હતો સમ્રગ મામલો
એક મહિના અગાઉ બોટાદ પોલીસના આ ત્રણ કર્મચારીઓ દ્વારા મૃતકને બાઈકના દસ્તાવેજો બતાવવા કહેવામા આવ્યું હતું, જેના જવાબમાં યુવકે પોલીસ પાસે આઇડી કાર્ડ માગ્યા હતા. બાદમાં પોલીસ યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને ત્યાં યુવાને માર માર્યો હતો. બાદમાં યુવકને પોલીસ દ્વારા છોડી દેવામાં આવ્યો હતો. આ તમામ આરોપો મૃતકના પરિવાર દ્વારા પોલીસ પર લગાવવામાં આવી રહ્યા છે. પરિવારનું કહેવું છે કે ઘરે આવ્યાના કેટલાક દિવસોમાં યુવકની તબિયત લથડી હતી અને સારવાર માટે તેને બોટાદ સિવિલ બાદમાં ભાવનગર સિવિલ અને છેલ્લે અમદાવાદ સિવિલ લાવવામાં આવ્યો હતો અને અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નિપજ્યું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








