નવજીવન ન્યૂઝ. મોરબી: ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતા બુટલેગરો અવાર-નવાર ગુજરાતનાં પાડોશી રાજ્યોમાંથી દારૂની હેરફેર (Liquor Smuggling) કરીને ગુજરાતમાં લાવતા હોય છે અને વેચતા હોય છે. દારૂ ગુજરાતમાં લાવતી વખતે પોલીસ દ્વારા પકડાઈ જવાના ડરે બુટલેગરો (Bootleggers) અવનવા કીમિયા વાપરીને ગુજરાતમાં (Gujarat) દારૂ લઈ આવે છે. આવી જ રીતે ટામેટાના સોસની (Tomato Sauce) આડમાં દારૂની (Alcohol) પેટીઓ લઈ જતાં એક ટ્રકને મોરબી LCBએ (Morbi LCB) ઝડપી પાડ્યો છે અને એક વ્યક્તિની ધરપકડ કરી છે, જ્યારે એક વ્યક્તિ પોલીસને જોઈને ભાગી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી LCBના PI કે. જે. ચૌહાણની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ટીમને સંયુક્ત બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી GJ19 GA 3838 નંબરની એક ટ્રક આવી રહી છે. આ ટ્રકમાં દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે મોરબી LCB દ્વારા અણીયારી ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવળી ટ્રક આવતા ટ્રક ઊભી રાખીને તેની જડતી લીધી હતી. ટ્રકની જડતી કરતાં ટામેટાંના સોસની આડમાં ટ્રકમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે 17.76 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને હનુવંત બિશનોઈ નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જ્યારે ઓમપ્રકાશ બિશનોઈ નામનો વ્યક્તિ ભાગી ગયો હતો. બંને આરોપીઓ રાજસ્થાનના બાડમેરના રહેવાસી છે. પોલીસે ફરાર આરોપીને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે, જ્યારે પકડાયેલા આરોપી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








