નવજીવન ન્યૂઝ. અમદાવાદ : આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) બાદ હવે ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) વચ્ચે ટ્વીટર વૉરની શરૂઆત થઇ છે. તમામ રાજ્ય પોતાના વિકાસ મોડેલ (Development Model) ને આગળ ધરી ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરતા હોય છે. ભૂતકાળમાં પણ ગુજરાત અને રાજસ્થાન મોડેલ (Rajasthan model) ને લઇ અનેક વખત નેતાઓ વચ્ચે ટ્વીટર વૉર થઇ ચૂકી છે. ત્યારે વધુ એકવાર કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પવન ખેરા (Congress National Leader Pawan Khera) અને ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ (Gujarat Health Minister Rushikesh Patel) વચ્ચે રાજસ્થાન અને ગુજરાતની આરોગ્ય સુવિધાઓને લઇ ટ્વીટર યુદ્ઘ ખેલાયો છે.
થોડાક સમય અગાઉ પવન ખેરાએ ગુજરાત સરકારની આરોગ્ય સુવિધા પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “ગુજરાત પાડોશી રાજ્ય છે. અમે પડકાર આપીએ છીએ કે, ગુજરાતમાં કેટલાંક એવા PHC સેન્ટરો છે, જયાં ડૉકટરો નથી. આ પોતે સરકાર જણાવી દે નહીંતર એક દિવસ અમે પત્રકાર પરિષદ યોજી તેની પણ પોલ ખોલીશું. આ લોકો ગુજરાત મોડલને લઇ દેશભરમાં પ્રચાર કરી રહ્યાં છે. આગમી દિવસોમાં તેમની પોલ ખોલવી પડશે. ગુજરાતની આરોગ્ય સુવિધા દર્દીઓને ન મળતા ગુજરાતના લોકો સારવાર કરાવવા રાજસ્થાન આવી રહ્યાં છે. આ સ્થિતિ છે રાજસ્થાન મોડેલની! આ ફરક રાજસ્થાન મોડલ અને ગુજરાત મોડલમાં છે”.
તો બીજી તરફ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોતાના ટ્વીટર પર પવન ખેરાનો વીડિયો મૂકી વળતો પ્રહાર કર્યો હતો. ગુજરાતમાં સારવાર લઇ રહેલા રાજસ્થાનના દર્દીઓનો આંકડો મૂક્યો હતો. આરોગ્ય મંત્રીએ ટ્વીટરમાં લખ્યું કે, “જો ગુજરાતની આરોગ્ય સુવિધાની સ્થિતિ સારી ન હોત તો પાછલા 3 વર્ષોમાં 1,99,000 થી વધારે રાજસ્થાનના દર્દીઓએ અમદાવાદની મેડિસિટી હોસ્પિટલની સારવાર ન લીધી હોત”. તેમણે કહ્યું “આ માત્ર રાજ્યની એક મેડિસિટી હોસ્પિટલનો આંકડો છે. વિચાર કરો રાજ્યમાંથી કેટલાં આંકડા બહાર આવશે. ગુજરાત સરકારને દર્દીઓની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યુ છે. આગળ પણ આ પ્રકારની સેવાઓ આપતા રહીશું”.
મહત્વનુ છે કે, બન્ને પાર્ટી ટ્વીટરના માધ્યમથી આરોગ્યનના મુદ્દે સામસામે નિશાનો ટાંકી રહ્યા છે. ઋષિકેશ પટેલ ગુજરાતને લઈ અને પવન ખેરા રાજસ્થાનને લઈ પોતાના વિકાસ મોડેલ શ્રેષ્ઠ હોવાના દાવાઓ કરી રહ્યાં છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








