Sunday, October 26, 2025
HomeGujaratBhavnagarભાવનગર યુનિવર્સિટી પેપરલીકની કહાની, કેવી રીતે થયું પેપર વાયરલ જાણો…

ભાવનગર યુનિવર્સિટી પેપરલીકની કહાની, કેવી રીતે થયું પેપર વાયરલ જાણો…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar University Paper Leak :સૌરાષ્ટ્રમાં વધુ એક વખત પેપર લીકની ઘટના (Paper Leak Case) સામે આવી છે. ભાવનગર (Bhavnagar) શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશન (Bhavnagar Police) ખાતે જીએલ કાકડિયા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર અમિત ગલાણી સહિતના ચાર વ્યક્તિઓ વિરુદ્ધ મહારાજા કૃષ્ણ કુમારસિંહજી યુનિવર્સિટી (Bhavnagar University) ના રજીસ્ટ્રાર ડોક્ટર કૌશિક ભટ્ટ દ્વારા આઇપીસી ની કલમ 406, 409, 120 (બી), 114, 34 તેમજ આઇટી એકટની કલમ 72, 72(A) હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડોક્ટર કૌશિક ભટ્ટ દ્વારા નીલમબાગ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, હાલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગર દ્વારા બીકોમ સેમેસ્ટર 6 અંતિમ વર્ષની પરીક્ષાઓ શરૂ છે. જે પરીક્ષાઓમાં કોલેજના પ્રિન્સિપાલ કે ઇન્ચાર્જ પ્રિન્સિપાલને પરીક્ષા કેન્દ્રના સંચાલક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

- Advertisement -

ગત 24મી માર્ચથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગર દ્વારા વિવિધ ફેકલ્ટી ની પરીક્ષાઓ શરૂ કરવામાં આવેલી છે. જે અંતર્ગત પેલી એપ્રિલના રોજ બીકોમ સેમેસ્ટર 6 ના ફાયનાન્સ એકાઉન્ટની પરીક્ષાનું પેપર લેવામાં આવ્યું હતું. જે બીજી એપ્રિલના રોજ અંદાજિત સાડા ચાર વાગ્યા અરસામાં સોશિયલ મીડિયામાં થયેલ ટ્વીટના માધ્યમથી ઘટના સંદર્ભ ની જાણ થઈ હતી. જેથી કુલપતિના આદેશ અનુસાર સંબંધિત ઘટનાની હકીકતલક્ષી તપાસ અહેવાલ તૈયાર કરવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ભાવનગરમાં પેપરલીક મામલે પોલીસે ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત કેટલાક વિદ્યાર્થીઓની કરી અટકાયત

પ્રાથમિક તપાસમાં જીએલ કાકડીયા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર અમિત ગલાણી દ્વારા તેઓએ સીલ બંધ પેપર સ્ટ્રોંગ રૂમમાં મૂકવાના બદલે તેમની પાસે હાથ વગર રાખેલ હતા. પેપરના સીલ બંધ કવરને તેઓએ પરીક્ષા શરૂ થતાના દસ મિનિટ પૂર્વે તોડી પેપરને બહાર કાઢવાના હોય છે. તેમ છતાં તેમને કોઈ પણ પ્રકારની સત્તા ન હોવા છતાં 12:43 થી 15:12 દરમિયાન સીલ બંધ કવર ને પોતાના અંગત લાભ માટે પેપર ફોડવાના ઇરાદે શીલ બંધ કવર તોડી પેપર નો ફોટો પાડી પોતાના મોબાઈલમાં લઈ લીધો હતો.

ત્યારબાદ આ પેપરની ફોટો કોપી વાળો મોબાઈલ તેમણે ઈરાદાપૂર્વક કોલેજની હોસ્ટેલમાં રહેતી અને તેમની પરિચિત સૃષ્ટિબેન બોરડા નામની વિદ્યાર્થીનીને આપ્યો હતો. સૃષ્ટિબેન બોરડાએ આ મોબાઇલમાં અમિત ગલાણી દ્વારા પાડવામાં આવેલા પેપર ની ફોટો કોપી હતી. તેને વિવેક મકવાણા નામના વ્યક્તિને મોબાઇલમાં ફોટો પાડવાનો જણાવી whatsapp દ્વારા અજય લાડુમોર ને મોકલવાનો જણાવ્યું હતું. પરંતુ વિવેક મકવાણા એ પોતાના મોબાઈલમાં ફોટા પાડી whatsapp થી યશપાલસિંહ ગોહિલ માલપર તેમજ રાહુલ ડાંગરનાઓને પેપરના ફોટા પાડી મોકલી આપી વાયરલ કર્યું હતું.

- Advertisement -

દરમિયાન આ પેપર નંબર સાતની ફોટોકોપી સોશિયલ મીડિયા ટ્વીટરમાં વાયરલ થતા કોઈપણ રીતે આ પેપરની કોપી યુવરાજસિંહ પાસે પહોંચી જતા તેઓના દ્વારા ટ્વિટ કરવામાં આવેલું હતું જે અમારી તપાસ કમિટીમાં ખુલવા પામ્યું છે.

મીડિયા સાથેની વાતચીતમાં યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડોક્ટર કૌશિક ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જી એલ કાકડીયા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. અમિત ગલાણીની શિક્ષક તરીકેની માન્યતા રદ કરવામાં આવી છે. તેમજ યુનિવર્સિટી દ્વારા કોલેજ નું કાયમી માટે પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું છે. કોલેજની માન્યતા રદ થાય તે માટે એક્ઝિક્યુટિવ કાઉનશિલને પણ ભલામણ કરવામાં આવી છે. તેમજ હાલ અમારા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે પોલીસ તપાસના અંતે મળનાર રિપોર્ટના આધારે એક્ઝામને રી એક્ઝામીન કરવી કે કેમ તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે.

TAG: Bhavnagar News, Bhavnagar University Paper Leak

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular