સલીમ બરફવાળા (નવજીવન ન્યૂઝ.ભાવનગર): ખોડિયાર મંદિર ખાતે માતા સાથે આવેલું બાળક ગુમ થતા પોલીસે ગણતરીની મિનિટોમાં બાળકને શોધી કાઢ્યો હતો. ગુમ થયેલું બાળક અસ્થિર મગજનું હતું. ઉપરાંત આ બાળકને પોલીસ અધિકારી બનવાનો શોખ હતો. જેથી પોલીસે આઉટ પોસ્ટ ખોડિયાર મંદિર ખાતે પોલીસ ઓફિસમાં અધિકારીની ખુરશી પર બાળકને બેસાડીને ઈચ્છાઓ પૂર્ણ કરી. આ દરમિયાન બાળકની માતા મીનાબેનની આંખોમાં હર્ષનાં આંસુ સારી આવ્યા હતા.
સિહોર પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જાળવવાની સાથે સેવાકીય કાર્યોમાં પણ અગ્રેસર રહે છે. કાયદો વ્યવસ્થાની સાથે જરૂરિયાતમંદ લોકોની મદદ પોલીસતંત્ર હંમેશા ખડેપગે રહે છે. સિહોરના ખોડિયાર મંદિર ખાતે દર્શનાર્થે પોતાની માતા સાથે આવેલો પુત્ર અચાનક ગુમ થઇ જતા માતા બેબાકાળ બની હતી. રવિવાર હોવાથી ત્યાં હાજર સિહોર પોલીસને જાણ થતા પોલીસ તાબડતોડ ગુમ થયેલ બાળકને શોધવા માટે કવાયત હાથધરી હતી. જોકે ગણતરીની મિનિટોમાં જ પોલીસે ગુમ થયેલા બાળકને પહેરેલ કપડાના આધારે શોધી કાઢી માતાને સોંપતા બાળક અને માતાની આંખો માંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા.
પોલીસ માટેની સામાન્ય છાપ બહુ સારી નથી પોલીસનું કામ પીડા આપવાનું તેવું સામાન્ય પ્રજા માને છે. પણ પોલીસનો અંદર રહેલો માણસ કોઈને જીવાડવાનો પ્રયાસ પણ કરે પણ તેની ચર્ચા ભાગ્યે જ થાય છે. ખોડિયાર મંદિર ખાતે ગુમ થયેલુ બાળક અસ્થિર મગજનું હતું અને તેને પોલીસ અધિકારી બનવાનો શોખ હતો. પોલીસે આઉટ પોસ્ટ ખોડિયાર મંદિર ખાતે પોલીસ ઓફિસમાં અધિકારીની ખુરશી પર બેસાડીને બાળકની ઈચ્છાઓ પૂર્ણ કરી હતી.
સિહોરના ખોડિયાર મંદિર ખાતે રવિવારે સાંજના સમયે દર્શન કરવા માટે આવેલા માતા સાથે રહેલું બાળક ગુમ થતા સ્થાનિકો દ્વારા બનાવની પોલીસને જાણ કરાતા સિહોર પીઆઇ કેડી ગોહિલે ઘટનાની ગંભીરતા સમજી ગુમ થયેલ બાળકને શોધી કાઢવા તપાસના આદેશ આપતા ખોડિયાર મંદિર ખાતે બંદોબસ્તમાં હાજર પોલીસે ગણતરીની મિનિટોમાં બાળકને શોધી કાઢ્યો હતો અને માતા સાથે મિલન કરાવ્યું હતું. ગુમ થયેલ બાળકના માતા મીનાબેનેએ સિહોર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. તપાસમાં ગુમ થયેલું બાળક અસ્થિર મગજનું હોવાનું ખુલ્યું હતું અને બાળકને પોલીસ અધિકારી બનવાનો શોખ હોવાનું તેમની માતા મીનાબેને જણાવતા પોલીસે આઉટ પોસ્ટ ખોડિયાર મંદિર ખાતે પોલીસ ઓફિસમાં પોલીસનો ઠાઠ હોય તે રીતે બાળકને ઓફિસની ખુરશીમાં બાળકને બેસાડી ઈચ્છાઓ પૂર્ણ કરી હતી આ વેળાએ માતા મીનાબેનની આંખોમાં હર્ષનાં આંસુ હતા અને પોલીસ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
![]() |
![]() |
![]() |











