સલીમ બરફવાળા (નવજીવન ન્યૂઝ.ભાવનગર): સિહોરના દેવગાણા ગામે એક કરુણ ઘટના સામે આવી છે. દેવગાણા ગામે પરસ્ત્રી સાથે આડા સંબંધ હોવાને લઈને પત્નીને ગળે ટૂંપો આપી પતિએ મોતને ઘાટ ઉતારી દીધાની પોલીસ ફરિયાદ સિહોર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે પતિને ગિરફ્તાર કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સિહોરના દેવગાણા ગામે રહેતા જયપાલસિંહ ધીરુભાઈ ચૌહાણ ના લગ્ન ત્રણ માસ પૂર્વે ભાવનગરના શિવનગર સોસાયટી ભરતનગર ખાતે રહેતા અશોકસંગ હરિભાઈ રાઠોડની પુત્રી હિરલ સાથે થયા હતા. એકાદ માસ સુધી પતિ-પત્ની વચ્ચે ઘર સંસાર સારો ચાલ્યો હતો. દરમિયાન ૧૫ -૩ -૨૨ ના રોજ જયપાલસિંહ સસરા અશોકસંગને કોલ દ્વારા જણાવ્યું હતું કે તમારી પુત્રી હિરલ એટેક આવ્યા છે અને હોસ્પિટલમાં છે.
આ સમાચાર સાંભળતાની સાથે જ પિતા સહિત પરિવાર સિહોર હોસ્પિટલ પહોંચ્યો હતો અને પુત્રીના મૃત્યુમાં શોકમગ્ન બન્યો હતો. દરમિયાનમાં અંતિમ ક્રિયા થયા બાદ ખબર પડી કે પતિ જયપાલસિંહને પર સ્ત્રી સાથે આડા સંબંધ હોય પત્ની હિરલ સાથે અવાર નવાર ઝઘડો કરતા હોય તેમજ પિતાએ પુત્રીનો ફોન ચકાસતા જમાઈ જયપાલસિંહને પર સ્ત્રી સાથે આડા સંબંધ હોવાનો ખુલાસો થયો હતો. તેની સાથોસાથ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ ગયું દબાવી હિરલનું મોત થયું હોવાનું ખુલ્યું હતું.
આ સમગ્ર હકીકતથી વાકેફ થયેલા પિતા અશોકસંગ હરિભાઈ રાઠોડે સિહોર પોલીસ મથકમાં જમાઈ જયપાલસિંહ ધીરુભાઈ ચૌહાણ વિરુદ્ધ પોતાની પુત્રીને ગળે ટૂંપો આપી મોત નીપજયું હોવાની ફરિયાદ નોંધાવતા સિહોર પોલીસે કલમ ૩૦૨ સહિતની વિવિધ કલમો સાથે ગુનો નોંધી આરોપી પતિને ઝડપી લઈને કાનુની કાર્યવાહી કરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












