નવજીવન ન્યૂઝ. ભરૂચઃ Bharuch Workers Death: ભરૂચના દાહોદમાં (Dahod) ગઈકાલે સલામતીના સાધનો વગર ગટર સફાઈ કરવા માટે ઉતરેલા 5 કામદારો પૈકી 3ના મોત (Worker Death) નિપજ્યા હતા. જોકે રજાના દિવસે ભૂગર્ભ ગટરમાં કામદારોને કોણે સફાઈ કરવા માટે ઉતાર્યા હતાં તેને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. ત્યારે આજે 3 કામદારોના મોત મામલે દહેજ (dahej) ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યટી સરપંચના પતિ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
દહેજમાં ગઈકાલે 20 ફુટ ઊંડી ભૂગર્ભ ગટરમાં પાંચ કામદારો સફાઈ કરવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન ગટરમાં ગૂંગળામણના કારણે ત્રણ કામદારોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે કામદારોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આવી ગટરોમાં મશીન દ્વારા સફાઈ કરવામાં આવતી હોય છે. ત્યારે કોના કહેવાથી પાંચ કામદારોને ગટરમાં ઊતારવામાં આવ્યા હતા અને તે પણ રજાના દિવસે તેને લઈને અનેક સવાલો ઊભા થયા હતા.

ગટરમાં ગૂગળામણના કારણે કામદારોના મોત બાદ દહેજ સરપંચ જયદીપસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આજે મહાવીર જયંતિની રજા હતી. સાથે જ આ કામદારોની જવાબદારી આંતરિક ગટર સાફ કરવાની છે. મેઇન ગટર તો મશીનથી સાફ થાય છે. તો કોના કહેવા ઉપર અને કેમ આ મોતની ગટરમાં ઉતરી 3 કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો? ગટર સાફ કરવા કોઈ જ આદેશ કરાયા ન હોવાનું કહીને જવાબદારીમાંથી સરપંચ છટકી ગયા હતા. ત્યારે ત્રણ કામદારોના મૃત્યુના બનાવમાં ગઈકાલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે 24 કલાકમાં સાપરાધ મનુષ્ય વધ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી દહેજ ગ્રામ પંચાયતના સરપંચ જયદીપસિંહ રાણા અને ડેપ્યુટી સરપંચના પતિ મહેશભાઇ ગોહીલ સામે ગુનો દાખલ કરાયો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








