Saturday, October 25, 2025
HomeGeneralભરૂચઃ ગેટમેને ફાટક બંધ ન કરતાં કન્ટેનર ટ્રક અને ટ્રેનનો અકસ્માત

ભરૂચઃ ગેટમેને ફાટક બંધ ન કરતાં કન્ટેનર ટ્રક અને ટ્રેનનો અકસ્માત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભરૂચઃ Bharuch Train Accident: ભરૂચમાં (Bharuch) રેલવેનો ફાટક બંધ ન થતાં મોટો અકસ્માત (Railway Accident)સર્જાયો હતો. ગેટમેને ટ્રેન આવતી હોવા છતાં પણ ફાટકને બંધ ન કરતાં કન્ટેનર ટ્રક અને ટ્રેનનો અકસ્માત (Truck and Train Accident) સર્જાયો હતો. ટ્રેનની ટક્કરથી ઘડાકાભેર અવાજ આવતા આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ટ્રેનની ટક્કર એટલી જબરજસ્ત હતી કે, કન્ટેનરનો પાછળનો ભાગ નજીકના ખાડામાં જઈને પડ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

પ્રાપ્ત વિગત અનુસાર, ભરૂચ-દહેજ રેલવે કંપની લિમિટેડની રેલલાઈન ઉપર દયાદરા (Dayadra) રેલવે ફાટકે ફરજ પર રહેલા ગેટમેનને ટ્રેન પસાર થવાની હોવા છતાં ફાટકને બંધ કર્યું ન હતું. ગેટમેનની આ બેદરકારીના કારણે કન્ટેનર રેલવે ટ્રેક પર આવી જતાં ગુડ્ઝ ટ્રેન સાથે જબરજસ્ત ટક્કર થઈ હતી. ફાટક ખુલ્લો હોવાના કારણે ટ્રાફિકના કારણે કન્ટેનર ટ્રક રેલવે ટ્રેક પરથી નીકળી ન શકતા અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -

ટ્રેનની ટક્કરના કારણે કન્ટેનર ટ્રકના બે ફાડા થઈ ગયા. ટ્રેનની જબરજસ્ત ટક્કરના કારણે કન્ટેનર ફાટકની નજીક આવેલા એક ખાડામાં જઈને પડ્યો હતો. જોકે ગુડ્ઝ ટ્રેનના નવા જ એન્જીનના આગળના ભાગમાં પણ નુકશાન થયું હતું. ટ્રેન અને ટ્રકના અકસ્માતના કારણે ફાટક, તેની બાઉન્ડ્રી, રેલવે લાઈનને પણ નુકશાન થયું હતું. ટ્રેનની ટક્કરના જોરદાર અવાજના કારણે આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા. ઉપરાંત રેલવે અધિકારીઓ, રેલવે પોલીસ, આર.પી.એફ.ની સાથે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. આ બનાવ અંગે પશ્ચિમ રેલવેના અધિકારીએ કહ્યું હતું કે, આ લાઈન BDRCL જુએ છે, જેને અકસ્માત અંગે નોટિસ આપવામાં આવશે અને બેદરકારી રાખનાર ગેટમેનને ફરજ પરથી દૂર કરી તપાસ કરવામાં આવશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular