મુખ્ય મુદ્દા:
- બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એરફોર્સનું વિમાન ક્રેશ.
- વિમાન રહેણાંક વિસ્તારમાં આવેલી એક સ્કૂલની બિલ્ડિંગ સાથે ટકરાયું.
- દુર્ઘટનામાં વિમાનના પાયલટનું મૃત્યુ, સદનસીબે સ્કૂલ ખાલી હતી.
- દુર્ઘટનામાં 16 નિર્દોષ વિદ્યાર્થીઓ અને 3 અન્ય લોકો સહિત કુલ 19ના મોત.
- ઘટનાસ્થળે સેના અને બચાવ દળ દ્વારા કામગીરી શરૂ.
નવજીવન ન્યૂઝ.ડેસ્ક: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાંથી એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં બાંગ્લાદેશ એરફોર્સનું એક લડાકુ વિમાન (Fighter Jet) રહેણાંક વિસ્તારમાં આવેલી એક સ્કૂલની બિલ્ડિંગ પર ક્રેશ થયું છે. આ ભયાનક દુર્ઘટનામાં વિમાનના પાયલટનું મોત થયું છે. 16 બાળકો સહિત 19ના મોત. ઉલ્લેખનીય છે કે આવી જ રીતે અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન એક મેડિકલ હોસ્ટેલની મેસ પર ક્રેશ થયું હતું. જોકે તે સમયે ઘણા લોકો ત્યાં હાજર હતા. આ ઘટનામાં 240થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.
ભયાનક ધમાકા સાથે તૂટી પડ્યું વિમાન
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના ઢાકાના ગીચ વિસ્તારમાં બની હતી. એરફોર્સનું વિમાન અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું અને સીધું જ એક સ્કૂલની બિલ્ડિંગ પર તૂટી પડ્યું હતું. વિમાન જમીન પર પટકાતાની સાથે જ એક પ્રચંડ ધમાકો થયો હતો અને આગના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
ટેકનિકલ ખામી બાદ બની દુર્ઘટના
બાંગ્લાદેશના સશસ્ત્ર દળોની સત્તાવાર એજન્સી ISPR (ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, એરફોર્સનું આ ટ્રેનિંગ વિમાન નિયમિત ઉડાન પર હતું. આ દરમિયાન તેમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પાયલટોએ વિમાન પરથી નિયંત્રણ ગુમાવી દીધું. વિમાન રહેણાંક વિસ્તાર તરફ આગળ વધે તે પહેલાં જ પાયલટોએ તેને ખાલી જગ્યા તરફ વાળવાનો પ્રયાસ કર્યો અને છેલ્લી ક્ષણે વિમાનમાંથી બહાર કૂદી ગયા.
અકસ્માત કેવી રીતે થયો?
ઢાકાના ઉત્તરા વિસ્તારમાં માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજના કેમ્પસમાં બપોરે વિમાન ક્રેશ થયું, જ્યાં બાળકો હાજર હતા. ટેલિવિઝન ફૂટેજમાં અકસ્માત સ્થળમાંથી આગ અને ધુમાડો નીકળતો દેખાતો હતો. માઇલસ્ટોન કોલેજના એક શિક્ષકે ‘ધ ડેઇલી સ્ટાર’ અખબારને જણાવ્યું હતું કે જ્યારે વિમાન ત્રણ માળની સ્કૂલ બિલ્ડિંગની સામે અથડાયું ત્યારે તે કોલેજ બિલ્ડિંગની નજીક ઊભો હતો, જેમાં ઘણા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા.
અખબાર અનુસાર, શિક્ષકે કહ્યું, “કોલેજના શિક્ષકો અને સ્ટાફ વિદ્યાર્થીઓને બચાવવા માટે દોડી ગયા. થોડીવાર પછી સેનાના સભ્યો પહોંચ્યા, ત્યારબાદ અગ્નિશામકો બચાવ કામગીરીમાં જોડાયા.”
બાંગ્લાદેશ સેનાના જનસંપર્ક કાર્યાલયે એક સંક્ષિપ્ત નિવેદનમાં પુષ્ટિ કરી કે ક્રેશ થયેલ F7 BGI વિમાન બાંગ્લાદેશ વાયુસેનાનું હતું. બાંગ્લાદેશ સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એક F-7 BGI તાલીમ વિમાન આજે બપોરે 1:06 વાગ્યે ઉડાન ભરી અને થોડીવાર પછી કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું.”
ક્રેશ પહેલા બંને પાયલટ ઇજેક્ટ થયા
સૂત્રો અનુસાર, વિમાન ક્રેશ થાય તે પહેલા જ તેમાં સવાર બંને પાયલટોએ પોતાની જાતને ઇજેક્ટ કરી લીધી હતી. જોકે, જમીન પર પટકાવાને કારણે બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક નજીકની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક પાયલટનું મૃત્યુ થયું હતું. અન્ય પાયલટની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત કેવી રીતે થયો?
ઢાકાના ઉત્તરા વિસ્તારમાં માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજના કેમ્પસમાં બપોરે વિમાન ક્રેશ થયું, જ્યાં બાળકો હાજર હતા. ટેલિવિઝન ફૂટેજમાં અકસ્માત સ્થળમાંથી આગ અને ધુમાડો નીકળતો દેખાતો હતો. માઇલસ્ટોન કોલેજના એક શિક્ષકે ‘ધ ડેઇલી સ્ટાર’ અખબારને જણાવ્યું હતું કે જ્યારે વિમાન ત્રણ માળની સ્કૂલ બિલ્ડિંગની સામે અથડાયું ત્યારે તે કોલેજ બિલ્ડિંગની નજીક ઊભો હતો, જેમાં ઘણા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા.
અખબાર અનુસાર, શિક્ષકે કહ્યું, “કોલેજના શિક્ષકો અને સ્ટાફ વિદ્યાર્થીઓને બચાવવા માટે દોડી ગયા. થોડીવાર પછી સેનાના સભ્યો પહોંચ્યા, ત્યારબાદ અગ્નિશામકો બચાવ કામગીરીમાં જોડાયા.”
બાંગ્લાદેશ સેનાના જનસંપર્ક કાર્યાલયે એક સંક્ષિપ્ત નિવેદનમાં પુષ્ટિ કરી કે ક્રેશ થયેલ F7 BGI વિમાન બાંગ્લાદેશ વાયુસેનાનું હતું. બાંગ્લાદેશ સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એક F-7 BGI તાલીમ વિમાન આજે બપોરે 1:06 વાગ્યે ઉડાન ભરી અને થોડીવાર પછી કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું.”
બાંગ્લાદેશ એરફોર્સે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને દુર્ઘટના પાછળનું કારણ જાણવા માટે ‘કોર્ટ ઓફ ઈન્ક્વાયરી’ના આદેશ આપ્યા છે. પ્રાથમિક અનુમાન મુજબ, કોઈ ટેકનિકલ ખામીને કારણે આ દુર્ઘટના બની હોઈ શકે છે. જોકે, તપાસ પૂર્ણ થયા બાદ જ સાચું કારણ બહાર આવશે. આ ઘટનાએ બાંગ્લાદેશના સંરક્ષણ દળોમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે.