Sunday, October 26, 2025
HomeGeneralઅમરેલીમાં બુલડોઝર ચાલ્યુંઃ પોલીસના જંગી બેડા સાથે ધ્વસ્ત થઈ ગેરકાયદે મદરેસા

અમરેલીમાં બુલડોઝર ચાલ્યુંઃ પોલીસના જંગી બેડા સાથે ધ્વસ્ત થઈ ગેરકાયદે મદરેસા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમરેલીઃ અમરેલીના (Amreli News) ધારી (Dhari) તાલુકાના હિમખીમડી ગામમાં આવેલી એક મદરેસા પર આજે તંત્રના બુલડોઝર ચાલ્યા છે. મદરેસામાં ભણાવતા મૌલાના મોહંમદફઝલ અબ્દુલ અજીજ શેખ સામે પણ તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જોકે તેમાં કોઈ ખાસ તથ્યો સામે આવ્યા ન હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે મૌલાનાના પાકિસ્તાન કનેક્શન હોવાને કારણે મદરેસા તોડી પડાઈ હોવાની વિગતો વહેતી થઈ હતી પરંતુ તે સત્ય નથી અહીં તંત્ર દ્વારા મદરેસા ગેરકાયદે હોવાને કારણે બુલડોઝર એક્શન લેવામાં આવી હોવાની વિગતો અધિકારીઓ પાસેથી મળી રહી છે.

જોકે મદરેસા ગેરકાયદે હોવાને કારણે તેના પર બુલડોઝર ચાલ્યું છે. આ અંગે પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાનું કહેવું છે કે, મૌલાનાની ધરપકડ પછી રેવન્યુ વિભાગને તપાસ અપાઈ હતી. જે તપાસમાં આ મકાન 100 ચોરસવાર પ્લોટમાં બાંધકામ હતું. તે સમયે લેન કમિટી દ્વારા ગરીબ લાભાર્થીઓ માટે આ પ્લોટ ફાળવાયો હતો. જે પ્લોટ દાનમાં કે વેચામમાં આપ્યો હોવાનું જે તે સમયે પ્રાથમિક દ્રષ્ટીએ જાણવા મળ્યું હતું. જેથી લેન કમિટીની શરતનો ભંગ થયો હોવાથી પ્લોટ સરકાર હસ્તગત કરવામાં આવ્યો છે અને તેના પરનું બાંધકામ તોડી પડાયું છે.

- Advertisement -

DySP પરાક્રમસિંહ રાઠોડનું કહેવું છે કે, પ્રાંત અધિકારી અને ધારી મામલતદારની તપાસમાં મદરેસાનું બાંધકામ ગેરકાયદે હોવાનું સામે આવ્યું હતું. આ સ્થળના આધાર પુરાવા માગવામાં આવ્યા હતા જે સાચા રજૂ ના કરી શકતા આજે બાંધકામ તોડી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટેની તૈયારીઓ રાખવામાં આવી છે. અહીં બે DySP અને ત્રણ PI સાથે અન્ય પોલીસ બેડો પણ તૈનાત કરી દેવાયો છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular