Saturday, November 1, 2025
HomeBusinessઅમેરિકાએ ટેરીફ વોરના શસ્ત્રો હેઠા મુક્યા ક્રુડ ઓઈલ ત્રીજા મહીને ઘટ્યું

અમેરિકાએ ટેરીફ વોરના શસ્ત્રો હેઠા મુક્યા ક્રુડ ઓઈલ ત્રીજા મહીને ઘટ્યું

- Advertisement -

આઈઓસીએ ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ડીલીવરી શરતે, અમેરિકાથી ૨૪૦ લાખ બેરલના આયાત ઓર્ડર મુક્યા

ટૂંક સમયમાં ભારતનો દૈનિક ક્રુડ ઓઈલ વપરાશ સરેરાશ ૬૦ લાખ બેરલનો થઇ જશે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): ચીન સામે અમેરિકાએ ટેરીફ વોરના શસ્ત્રો હેઠા મુક્યાની જાહેરાત, ગુરુવારે દક્ષિણ કોરિયામાં ચીનના પ્રમુખ શી-જીન્પિંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક પછી કરી. રોકાણકારોએ આ ઘટનાને યુદ્ધ વિરામ ગણાવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પએ અણુ-શસ્ત્રોની ચકાસણીમાં પ્રવૃત થવાની તૈયારી દાખવ્યા પછી, ક્રુડ ઓઈલ બજારમાં ઘાસણી આગળ વધી હતી. બ્રેન્ટ ક્રુડ ઓઈલ જાન્યુઆરી વાયદો ૬૩.૪૯ ડોલર પ્રતિ બેરલ સુધી ઘટ્યા પછી ૬૩.૭૪ ડોલર રનીંગ બજારમાં થયો હતો, શુક્રવારે ભાવ ૬૩.૯૪ ડોલર હતો. જ્યારે અમેરિકન ડબલ્યુટીઆઈ ૫૯.૬૬ ડોલરનું તળિયું ચકાસીને ૫૯.૯૧ ડોલર મુકાયો હતો. બન્ને વાયદા ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં ૩ ટકા કરતા વધુ ઘટ્યા હતા. બજારમાં ફરતા વધુ પડતા પુરવઠાની ચિંતામાં ક્રુડ ઓઈલ, આ સતત ત્રીજા મહીને ઘટ્યું હતું.

રોકાણકારોના ધ્યાનમાં એ વાત પણ આવી છે કે અમેરિકા અને ચીન બેમાંથી કોઈ, બંને દેશના સંબંધોમાં કોઈ પણ માળખાગત વિક્ષેપ પડે, અથવા સંબંધો ખરાબ થાય તેની ખાતરી કરવામાં આવી હતી. એનાલીસ્ટોએ એવી પણ નોંધ લીધી હતી કે અમેરિકન પુરવઠો ઘટી રહ્યાના અહેવાલ આવવા છતાં, તેની વિરુદ્ધ જઈને પણ બ્રેન્ટ ભાવ ઘટ્યા હતા. રોકાણકારોએ હવે બે નવેમ્બરે મળનાર ઓપેક પ્લસ દેશોની મીટીંગ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. શક્યતા એવી છે કે ડીસેમ્બરથી આ જૂથ, દૈનિક ૧.૩૭ લાખ બેરલ ક્રુડ ઓઈલ ઉત્પાદન વૃદ્ધિનો નિર્ણય લઇ શકે છે. અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડ્મીનીસ્ટ્રેશને કહ્યું હતું કે ૨૪ ઓક્ટોબરે પુરા થયેલા સપ્તાહમાં યુએસ ક્રુડ ઓઈલ પુરવઠો ૬૮.૬ લાખ બેરલ ઘટીને ૪૧૬૦ લાખ બેરલ રહ્યો હતો.

- Advertisement -

રશિયા પર નવા અમેરિકન પ્રતિબંધોને કારણે ક્રુડ ઓઈલની આયાત બાધિત થવાને પગલે ભારતની સૌથી મોટી ઓઈલ રીફાઈનરી ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)એ ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ડીલીવરી શરતે, અમેરિકાથી ૨૪૦ લાખ બેરલના આયાત ઓર્ડર મુક્યા છે. ગત સપ્તાહે અમેરિકાએ રશિયાન ઉત્પાદક રોસ્નેફટ પીજેએસસી, અને લુકોઈલ પીજેએસસીને બ્લેકલીસ્ટ કર્યા પછી, રશિયન સીબોર્ન ક્રુડ ઓઇલના સૌથી મોટા ગ્રાહક એવી ભારતીય રીફાઈનરીઓને નવી રશિયન ખરીદીને મુલતવી રાખવી પડી હતી. આઇઓસીએ જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૬ ડીલીવરી શરતની આયાત ઓફરો આવકારી છે.

ભારત તેની કુલ આવશ્યકતાનું ૮૬ ટકા ક્રુડ ઓઈલ પ્રોસેસ કરે છે. ૨૦૨૨ની મધ્યથી રશિયા, ભારતનો સૌથી મોટો નિકાસકાર દેશ બન્યો હતો. દેશની ૩૩ ટકા આયાત એકલા રશિયાથી કરવામાં આવતી હતી. સાડાચાર વર્ષ પહેલા ભારત દૈનિક સરેરાશ ૫૦ લાખ બેરલ ક્રુડ ઓઈલનો વપરાશ કરતુ, તે હવે વધીને ૫૬ લાખ બેરલ થઇ છે. પેટ્રોલીયમ અને નેચરલ ગેસ પ્રધાન હરદીપ પુરીએ કહ્યું હતું કે દેશમાં જે રીતે માંગ વધી રહી છે તે જોતા, આ આંકડો ટૂંક સમયમાં દૈનિક ૬૦ લાખ બેરલનો થઇ જશે. ભારતીય રીફાઇનરો વધુ ખર્ચાળ કાચામાલની સાયકલ પર સવાર થયા છે. ત્રણ વર્ષ સુધી સસ્તા રશિયન ક્રુડ પર ગાડું ગબડાવ્યે રાખી, ઓછા કાચામાલ ખર્ચ પર નિર્ભર ભારતમાં ભાવ સ્થિરતા આવી હતી. હવે રશિયાને બદલે નવા સ્ત્રોત પર નિર્ભર થવાનો વારો આવ્યો છે.

જાગતિક બજારના બદલાતા ક્રુડ ઓઈલ આંતરપ્રવાહોને ધ્યાનમાં રાખીને ભારતે રશિયા સાથે લાંબાગાળા સુધી પરવડી શકે તેવા, સ્થિર ભાવના રશિયન ક્રુડ પ્રાપ્તિ કરારો કર્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલએ કહ્યું હતું કે અમે રશિયા પરના અમેરિકન પ્રતિબંધો અને તેની અસરોનો અભ્યાસ કરી રહ્યા છીએ. અમે જાગતિક આંતરપ્રવાહો સાથે કદમ મિલાવી શકીએ તેવા કુદરતી પગલાઓ વિચારી રહ્યા છીએ. અમારા માટે જાણીતા એનર્જી સ્ત્રોત શોધીને તેના પર અમલ કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. અમે ૧૪૦ કરોડ લોકોની ઉર્જા માંગ સલામતીનાં વાજબી પ્રયાસો આદર્યા છે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular