Sunday, October 26, 2025
HomeGeneralAMCએ આપેલા ડસ્ટબીના ઢાંકણા ખોલતા જ તૂટી ગયા.. 12 કરોડ રૂપિયામાં આ...

AMCએ આપેલા ડસ્ટબીના ઢાંકણા ખોલતા જ તૂટી ગયા.. 12 કરોડ રૂપિયામાં આ શું લઈ આવ્યા?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. કરોડોના ખર્ચે ખરીદવામાં આવેલી કચરાની ડસ્ટબીન હલકી ગુણવતાવાળી હોવાની લોકોની ફરિયાદો સામે આવી છે. મોટા ઉપાડે ભીનો કચરો અને સુકો કચરો અલગ રાખવા માટે જાહેરાતો કરવામાં આવી હતી. જો કે ડસ્ટબીન લોકો સુઘી પહોંચતાની સાથે જ ભ્રષ્ટાચારના વિવાદ ઉભા થયા છે.

સમગ્ર બાબતે લોકોનું કહેવું છે કે, સવારે જ અમને ડસ્ટબિન આપી ગયા પરંતુ ડસ્ટબિનના ઢાંકણા પણ બંધ થતા નથી. અમુક તો ડસ્ટબિન પહેલેથી જ તૂટી ગયેલા છે. લોકો ઘાટલોડિયા વોર્ડ ખાતે ડસ્ટબીન બદલાવવા માટે પહોંચ્યા હતા. ડસ્ટબીન બદલાવવા આવેલા લોકોનું કહેવું છે કે અમને આપવામાં આવેલા ડસ્ટબીન ખોલતાની સાથે જ ઢાંકણા તૂટ્યા હતા. તેથી અમે આ ડસ્ટબીનને પરત બદલવા માટે લાવ્યા છીએ.

- Advertisement -

લોકોની અનેક ફરિયાદો ઘાટલોડિયાના મહિલા કોર્પોરેટરને મળી કે કોર્પોરેશન દ્વારા વિતરણ કરવામાં આવતા ડસ્ટબિન હલકી ગુણવત્તાના છે. જે મામલે ભાજપના જ કોર્પોરેટર દ્વારા અમદાવાદ મનપાને આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. ભાજપના કોર્પોરેટરે આ ફરિયાદ સેન્ટ્રલ વર્કશોપના ડાયરેક્ટર વિજય મિસ્ત્રીને કરી હતી. જો કે વિજય મિસ્ત્રી આ વાત નકારી કાઢી હતી અને ડસ્ટબિન સારા જ હોવાનું ઢોળ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે લોકોના ટેક્ષના પૈસાથી તેમને આપવામાં આવતી સુવીઘામાં પણ ગુણવતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે 12 કરોડ ખરચવા છતા હલકી ગુણવત્તાની ડસ્ટબીન શા માટે ખરીદાઇ? ખરીદનાર અધીકારી સામે કોઈ પગલા લેવામાં આવશે કે કેમ ?

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular