Thursday, October 16, 2025
HomeGeneralઅમદાવાદઃ ટ્રકના નંબર બદલી નાખ્યા તો પણ પોલીસ પહોંચી ગઈ, સોદો કરતા...

અમદાવાદઃ ટ્રકના નંબર બદલી નાખ્યા તો પણ પોલીસ પહોંચી ગઈ, સોદો કરતા ઝડપ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ:
અમદાવાદમાં ટ્રક ચોરી કરતી ટોળકીનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ચોરીના ટ્રકનો વેચાણ માટે સોદો ચાલી રહ્યો હતો તે દરમિયાન પોલીસે ત્રાટકતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે કુલ 6 આરોપીઓને ઝડપી પાડયા છે.



- Advertisement -

માહિતી અનુસાર, દાણીલીમડા વિસ્તારમાંથી ગત 17 તારીખે રાત્રીના સમયે બે ડમ્પર ટ્રકની ચોરી થઈ હતી. એક જ જગ્યાએથી બે ટ્રક ચોરી થતા પોલીસે CCTV કેમેરા અને ટેકનીકલ એનાલીસ કરતા સામે આવ્યું હતું કે આ ચોરીના બનાવમાં 4 વ્યક્તિઓ સંડોવાયેલા છે. આ ડમ્પરો સુરતના વ્યક્તિના મધ્યમથી અન્ય કોઈ વ્યક્તિને વહેચવાના હતા. પોલીસને બાતમી મળતા જેતલપુર-બારેજા હાઈવે પર વોચ ગોઠવી હતી.

ચોર ચોરીના ટ્રકનો સોદો પાડવા માટે આવતા પોલીસે તેને ઝડપી પાડયો હતો. એક ટ્રક 3.50 લાખમાં વેચવાના હતા અને ટ્રકની ખરીદી કરનાર પણ ત્યા આવ્યા હતા. ગોડાઉન જેવી જગ્યા પાસે રેડ કરતા અન્ય બે ટ્રક મળી આવ્યા હતા. ચોરે ટ્રકના નંબર બદલી નાખ્યા હતા. જેથી પોલીસે ચેચીશ નંબર આઘારે તપાસ કરતા બે ટ્રક દાણીલીમડામાંથી ચોરી થયેલા અને અન્ય ટ્રક અડાલજ પાસેથી ચોરી થયુ હતો તે મળી આવ્યા હતા. પોલીસે આ ગુનામાં અરવિંદ રૂપચંદ ઓડ, આકાશ ગોવિંદભાઇ ઓડ, રાકેશ મણીલાલ ઓડ, રવિ દિનેશભાઇ દેસાઇ, નિલેશ કડવાભાઇ સોજીત્રા, જગદીકુમાર ઉર્ફે મુન્નો ડાહ્યાભાઇ દેવાણીની ઘરપકડ કરી કુલ 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular