Thursday, October 16, 2025
HomeGeneralવિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષયમાં જાગૃતિ કેળવવા માટે શું કરવું જોઈએ તે અમદાવાદના એક...

વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષયમાં જાગૃતિ કેળવવા માટે શું કરવું જોઈએ તે અમદાવાદના એક ગામની આ શાળા જોડે શીખવું જોઈએ

- Advertisement -

હિમાંશુ ઉપાધ્યાય (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદ નજીક આવેલા રોપડા ગામનું વાતાવરણ જ કંઈક અલગ છે. આમદવાદથી માત્ર 50 કિલોમીટર દુરા આવે આ ગામની પ્રાથમિક શાળા વિજ્ઞાન વિચાર સાથે સમન્વય સાધીને અભ્યાસની સાથે-સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓ, વિવિધ રમતો સાથે બાળકોને જોડીને સર્વાંગી વિકાસ સાધવાનું કામ કરે છે. આ શાળા દ્વારા વર્ષ 2016મા જ સ્પેસ ક્લબ અને ઇનોવેશન ક્લબ દ્વારા બાળકો સહિત ગામના લોકોના નવા વિચારો પર અમલ કરવા કટિબધ્ધ બની છે.



આજનાં ટેકનોલોજીના યુગમાં વિશ્વના દેશો વચ્ચેનું અંતર ઘટતું જાઈ રહ્યું છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં બનેલી ઘટનાની માહિતી ગણતરીની પળોમાં સમગ્ર દુનિયામાં ફેલાઈ જાય છે. આજે વિશ્વની કોઈ પણ શાળાના વિદ્યાર્થીઓ કોઈ પણ દેશની શાળા સાથે ટેકનોલોજીના માધ્યમથી સરળતાથી એકમેક સાથે જોડાઈ શકે છે. વળી થોડા ઘણા સમયથી શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવ્યા છે અને તેમાં ઓનલાઇન શિક્ષણ સાથે ટેકનોલોજી અને કોડીંગ જેવા વિષયો ઉમેરાતા ગયા છે.

અમદાવાદ જિલ્લાની દસક્રોઈ તાલુકાની રોપડા પ્રાથમિક શાળા દ્વારા છેલ્લા પાંચેક વર્ષમાં અવનવા પ્રયોગો કર્યા અને તેમાં સફળતાપણ મેળવી છે. શિક્ષણની વાત કરીએ તો આ શાળામાં સોફોસ કંપની દ્વારા શાળાને 1.37 કરોડનાં ખર્ચે અદ્યતન નવું બિલ્ડિંગ આપવામાં આવ્યું છે અને હાલ તાજેતરમાં જ રોપડા ગામ અને શાળાના વિદ્યાર્થીઓ ગણિત તેમજ વિજ્ઞાન વિષય સાથે વિવિધ ટેકનોલોજી સારી રીતે સમજી અને શીખી શકે તે માટે કંપની સાથે અન્ય સ્વૈચ્છિક ફાઉન્ડેશન અને સંસ્થા દ્વારા 4 લાખનાં ખર્ચે અદ્યતન “ક્ષિતિજ સાયન્સ લેબ” આકાર પામી છે. જેમાં વિધાર્થીઓ નિયમિત રીતે નવા-નવા પ્રયોગો શીખે છે અને તેની સાથે શિક્ષણ મેળવી વિજ્ઞાન વિષયમાં રુચિ વધારી શકશે.



શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં અઘરી લાગતી બાબતોને વિવિધ પ્રશ્નો દ્વારા પ્રાયોગિક માધ્યમે જરૂરી માહિતી મેળવી શકશે. દરેક બાળકની સ્વગતિ સાથે સ્વરુચિ અને સ્વવિચાર હોય છે તેને ધ્યાનમાં રાખી આ શાળામાં “મેકર્સ અડ્ડા” વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે, જેમાં વિધાર્થીઓ આપ મેળે યોગ્ય માર્ગદર્શન હેઠળ રોબોટિક્સ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ફિઝિકલ કોડીંગ પણ શીખી પોતાની સ્વગતિએ આગળ વધી શકશે. આ લેબ માત્ર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે જ નહિ પરંતુ ગામમાંથી અભ્યાસ કરતા કોઈ પણ વિધાર્થીઓ માટે ઉપયોગી રહેશે અને તેઓને આગળ વિજ્ઞાન વિષય શીખવા સમજવા માટે ઉપયોગી થશે. આ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સમયાંતરે લેબ ટેકનીશિયન દ્વારા તાલીમ પણ આપવામાં આવશે.

- Advertisement -

શાળાના આચાર્ય નિશીથ આચાર્ય કહે છે કે, “અમારી શાળાને રાજ્ય સરકાર તરફથી તો સંખ્યાબંધ સુવિધાઓ મળી છે. જેમાં ખાસ જ્ઞાનકુંજનાં ડિજિટલ ક્લાસરૂમનો સમાવેશ થાય છે. અમારા બાળકોને વિજ્ઞાનમાં રસ-રુચિ કેળવાય તે માટે પણ અમે વિશેષ પ્રયત્નો કર્યા છે. અમને સરકાર ઉપરાંત અન્ય ખાનગી સંસ્થાનો અને સેવાભાવી સંગઠનનો પણ સહયોગ મળ્યો છે. અત્યાર સુધી ગામમાંથી માત્ર એક જ વિધાર્થી સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરી પોતાના કાર્ય ક્ષેત્રમાં કાર્યરત છે. તો આવનારા સમયમાં આ ગામના વિધાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધી શકે તે માટે “ક્ષિતિજ સાયન્સ લેબ” કાર્યાંવિત કરાઈ છે. આ લેબનો મહત્તમ ઉપયોગ કરી ગામના-શાળાના વિદ્યાર્થીઓ આગળ વધે અને પોતાનું તથા ગામનું નામ રોશન કરી આગળ વધે તે એક જ ધ્યેય છે. શાળાના સમય બાદ પણ ગામનો કોઈ પણ વિદ્યાર્થી આ લેબનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા અમે કરી છે”



અત્રે ઉલ્લેખનેય છે કે, વર્ષ 2015થી શાળાના વિદ્યાર્થીઓ કરાટેની તાલીમ મેળવી રહ્યા છે. વર્ષ 2016મા સ્કેટિંગની રમત શરૂ કરી પ્રવીણ ઠક્કર અને પર્વ પંડ્યાની મહેનત દ્વારા આ શાળાના વિદ્યાર્થીઓ સ્પીડ સ્કેટિંગ, રિવર્સ સ્કેટિંગ, સ્કેટિંગ ખોખો, સ્કેટિંગ મ્યુઝિકલ ચેર, વેવ બોર્ડ, સાથે રોપ યોગા પણ કરી રહ્યા છે. જેમાં અત્યાર સુધી વિવિધ સ્પર્ધામાં 24 જેટલા મેડલ અને 50 જેટલા સર્ટિફિકેટ પણ મેળવી ચૂક્યા છે. આ શાળાને ક્રિકેટ જગતનાં મહાન ખેલાડી સચિન તેંડુલકર પણ મોમેંટો આપી સન્માનિત કરી ચુક્યા છે. લોકડાઉનનાં સમયમાં ડિજીટલ શિક્ષણ માટે સરકાર તરફથી દરેક બાળકોને માઇક્રોસોફ્ટ ટીમ એપનાં એકાઉન્ટ દ્વારા ખૂબ સરળતાથી બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવી શક્યા અને લોકડાઉનનાં સમયમાં રોપડા શાળા દ્વારા ઓનલાઇન સમર કેમ્પ જે ગુજરાત રાજ્ય અને દેશનો પ્રથમ 150 દિવસ સળંગ 1200 જેટલા અલગ જિલ્લાના વિધાર્થીઓ 300 શિક્ષકો સાથે મળી 500થી વધારે પ્રવૃત્તિ કરનારા ઓનલાઇન સમર કેમ્પ રહ્યો. જેમાં શાળાને બે રાષ્ટ્રીય કક્ષાના સન્માન મળી ચૂક્યા છે. અત્યારે હાલ વેકેશનમાં શાળામાં વિધાર્થીઓ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ગ્રીષ્મોત્સવમા ભાગ લઈ વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે સાથે વિવિધ પ્રેક્ટિસ દ્વારા ફ્લેક્સિબલ બની કંટેમ્પરી ડાન્સ પણ તાલીમ બદ્ધ યુવાન દ્વારા શીખી રહ્યા છે. જે તેઓને એકાગ્રતા, સમય સૂચકતા, નિર્ણય શક્તિ, સ્ટબિલીટી મેળવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તેવું માનવું છે.

રોપડા પ્રાથમિક શાળાનું પ્રાકૃતિક વાતાવરણ પણ ખૂબ સુંદર છે. ગમે તેવી ગરમીમાં પણ 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું રહે તે માટે શાળા કેમ્પસમાં ચૌ તરફ વૃક્ષો ઉછેરી વિવિધ પર્યાવરણની સમતુલાને પણ જાળવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે વળી વૃક્ષે લગાડેલા એજ્યુકેશનલ માળામાં પક્ષીઓ અને પ્રાણીઓએ પોતાના રહેઠાણ બનાવ્યા છે. વળી શાળાની બોલતી દીવાલો પણ ઘણું ખરું કહી જાય છે. ધન્ય છે આ શાળાને….





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular