પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં એક માણસ દાખલ થયો , તેણે ફરજ ઉપરના પોલીસ અધિકારીને કહ્યુ મારે એક ફરિયાદ નોંધાવી છે, તરત ફરજ ઉપરના પોલીસ અધિકારી આ માણસને ઈન્સ્ટીગેટશન રૂમમાં લઈ ગયા, ત્યા ફરજ ઉપરના સ્ટાફને આ માણસે પોતાનો પરિચય આપતા કહ્યુ સાહેબ મારૂ નામ શૈલેષ રાઠોડ છે, હું તમારા વિસ્તારમાં આવેલા સુજાતા ફલેટમાં રહુ છુ, અમારી સોસાયટીમાં એક માણસ રહે છે, રોજ દારૂ પીધા પછી સોસાયટીમાં ધમાલ કરે છે અને અમને ત્રાસ આપે છે, આટલી વાત સાંભળતા ફરજના પોલીસ જવાને શૈલેષ રાઠોડને કહ્યુ પહેલા તમે બેસો, ત્યાર પછી તે જવાને વિગતે વાત સાંભળી અને એક કાગળ પેન આપતા શૈલેષ રાઠોડને કહ્યુ તમે કહ્યુ તેની વિગત અહિયા લખી આપો.
શૈલેષ રાઠોડે વિગત લખી આપતા જવાને કહ્યુ ચીંતા કરતા નહીં, હું અમારી પોલીસની ગાડી લઈ તમારી સાથે આવુ છુ, પોલીસએ સાથે આવવાની તૈયારી બતાડતા શૈલેષ રાઠોડે કહ્યુ પણ હું તમારા પોલીસ ઈન્સપેકટરને મળી મારી રજુઆત કરવા માગુ છુ, એટલે પોલીસ જવાનને આશ્ચર્ય તેણે કહ્યુ હું તમારી ફરિયાદ નોંધવા પણ તૈયાર છુ અને તમારી સાથે મારી સરકારી ગાડી લઈ આવવા તૈયાર છુ તો પછી તમાને ઈન્સપેકટર સામે રજુઆત કરવાની કયાં જરૂર છે, છતાં શૈલેષ રાઠોડે ઈન્સપેકટરને મળવાનો આગ્રહ રાખતા પોલીસ સ્ટેશનમાં હાજર સ્ટાફ એકત્ર થયો તેમણે પણ શૈલેષને સમજવાનો પ્રયત્ન કર્યો કે અમે તમારી સાથે આવીશુ અને તમને પરેશાન કરનારને પકડી લઈશુ તમે ચાલો
આખરે સ્ટાફ શૈલેષ રાઠોડને ઈન્સપેકટર કે ડી જાડેજાની ચેમ્બરમાં લઈ ગયો., અને શૈલેષ રાઠોડે પોતાનો પરિચય આપતા કહ્યુ આ એક રીયાલીટી ચેક હતો, જેસીપી ગૌતમ પરમાર દ્વારા મને મોકલવામાં આવ્યો હતો કે પોલીસ સામાન્ય નાગરિક જયારે ફરિયાદ કરવા આવે ત્યારે કેવો વ્યવહાર કરે છે, પણ તમારા સ્ટાફે સારો વ્યવહાર કર્યો તેની સાથે તુરંત કાર્યવાહી પણ કરી, રાઠોડે ત્યાંથી જેસીપી ગૌતમ પરમારને ફોન કર્યો અને પોતાની સાથે જે વ્યવહાર થયો તેની જાણકારી આપી, ગૌતમ પરમારે ઈન્સપેકટર કે ડી જાડેજાને સુચના આપી કે ફરજ ઉપરના કર્મચારીને તેમના સારા વ્યવહાર પેટે ઈનામ અને પ્રસંશાપત્ર આપવામાં આવે.,
અત્રે ઉલ્લેખનિય છે કે પોલીસ સામાન્ય નાગરિક સાથે કેવો વ્યવહાર કરે છે તે જોવા માટે ગૌતમ પરમાર અમદાવાદના કાગડાપીઠ અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ડમી ફરિયાદી થઈ ગયા ત્યારે ફરજ ઉપરના પોલીસ જવાન સાથે તેમની સાથે દુર વ્યવહાર કર્યો હતો અને ફરિયાદ નોંધી ન્હોતી આથી ચાર પોલીસ જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, આ પગલાં પછી પોલીસનો વ્યવહાર બદલાયો છે છે કે નહીં તે ચેક કરવા તેમણે શૈલેષ રાઠોડ નામની વ્યકિતને ફરિયાદી બની શાહીબાગ પોલીસ સ્ટેશનમાં મોકલ્યા હતા.
![]() |
![]() |
![]() |











