નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં ફરીએકવાર ખાખી કલંકિત થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસકર્મીએ બુટલેગરને દારૂના કેસમાં માર નહીં મારવા ઉપરાંત આરોપીને ઝડપથી કોર્ટમાં રજૂ કરવા માટે 44 હજારની માગણી કરતાં ACBના હાથે ઝડપાઇ ગયો છે.
માહિતી અનુસાર, ફરિયાદીના દીકરા ઉપર અસલાલી પોલીસ સ્ટેશનમાં દેશી દારૂનો કબજાનો કેસ દાખલ થયો હતો. આ કેસમાં આરોપીને માર નહી મારવાના અને જલદી કોર્ટમા રજુ કરવા માટે રૂ.૪૦,૦૦૦ અને તેનો મોબાઇલ કબજે નહી લેવા માટે રૂપિયા ૪,૦૦૦ એમ કુલ ૪૪,૦૦૦ની લાંચની માગણી અસલાલી પોલીસ સ્ટેશનની બારેજા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિપુલ મનુભાઈ દંતાણીએ કરી હતી. જેથી ૨૦ હજાર ફરિયાદીએ અગાઉ આપી દીધા હતા અને બાકીના રૂપિયા ૨૪ હજાર આપવાનો આજનો વાયદો કર્યો હતો.
ફરિયાદીએ સમગ્ર વાતની જાણ એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર કરતાં એસીબીએ ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. છટકા દરમ્યાન આરોપી વિપુલ મનુભાઇ દંતાણીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ માંગી સ્વીકારતા એસીબીએ ઝડપી પાડ્યો હતો. આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.