નવજીવન અમદાવાદ: અમદાવાદમાં ગુનાખોરીએ તમામ હદ વટાવી દીધી છે. જ્યાં આવી ઘટનામાં સામાન્ય જનતા ભોગ બનતી હોવાનું જોવા મળતું હોય છે. ત્યારે આજે અમદાવાદમાં આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા પણ નિશાનામાં આવી ગયા છે. રિવરફ્રન્ટમાં સાયકલિંગ કરવા આવેલા આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસનો મોંઘોદાટ ફોન નજર ચૂકવી ગઠીયો ફરાર થઈ ગયો હતો. સમગ્ર બાબતે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરિયાદ અનુસાર, અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ લાઈનમાં રહેતા અને હેડ ક્વાર્ટરસ પૂર્વ ગોમતીપુરમાં ACB તરીકે ફરજ બજાવતા આર.આર.સરવૈયા સવારના સમયમાં રિવરફ્રન્ટ ખાતે સાયકલિંગ કરવા માટે આવ્યા હતા. માય બાઈક સાયકલિંગ સ્ટેન્ડ પર સાયકલ જમા કરાવતી વખતે અજાણ્યા ચોરે નજર ચુકવીને સેમસંગ 20 અલ્ટ્રા કંપનીનો મોબાઈલ ચોરી કરીને લઈ ગયો હતો. જેની કિંમત પોલીસ ચોપડે 40,000 નોંધવામાં આવી છે અને બજાર કિંમત લગભગ લાખ રૂપિયાની આસપાસ માનવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના રિવરફ્રન્ટ પર વહેલી સવારે અનેક અઘિકારીઓથી લઈને સામાન્ય માણસો કસરત કરવા આવતા હોય છે. આ સમયે તકનો લાભ લઈ કોઈ ચોર ACP કક્ષાના અઘિકારીનો ફોન ચોરી જાય તો સામાન્ય માણસે ચેતતા રહેવું જરૂરી છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









